તનિષા મેહતા લગ્નના સિકવન્સ માટે આછો બ્લુ અને સોનેરી રંગના બ્રાઈડલ આઉટલૂકથી બધાને પ્રભાવિત કર્યા
ઝી ટીવીનો તાજેતરમાં રજૂ થયેલો કાલ્પનિક શો, ‘ઇક કુડી પંજાબ દી’એ એક એવો જબરદસ્ત નાટક છે, જેને તેની શરૂઆતથી જ તેની શક્તિશાળી વાર્તા અને સારી રીતે લખાયેલા પાત્રોથી દર્શકોને જકડી રાખ્યા છે. પંજાબની પાશ્ચાદભૂ પર આધારીત આ શોમાં તાકાત અને સ્થિરતાની વાર્તા છે.
ફક્ત વાર્તા જ નહીં પણ હીર (પાત્ર કરી રહી છે, તનિષા મહેતા) અને રાંઝા (પાત્ર કરી રહ્યો છે, અવિનેશ રેખી)ની વચ્ચેની મિત્રતાએ પણ તેની શરૂઆતથી જ દર્શકોના દિલ જીત્યા છે. તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, કઈ રીતે વાર્તામાં વણાંકો બાદ હીરના લગ્ન કુલદીપ (ચંદન અરોરા) સાથે થઈ ગયા.
કાસ્ટ અને ક્રુએ શોના ચાહકોનું મનોરંજન કરવા માટે સતત કામ કરી રહ્યા છે, અધિકૃત ભારેખમ વસ્ત્રોથી માંડીને શો માટે જોરદાર વેડિંગ નાટક સિકવન્સનું શૂટિંગ કરી રહ્યા છે. વસ્ત્રોની વાત કરીએ તો, તનિષા મહેતાએ તેના ચાહકોને હંમેશા અવાક કર્યા છે અને તેના બ્રાઈડલ આઉટલૂકથી બધાને પ્રભાવિત કર્યા છે!
સામાન્યથી કંઈક અલગ ક્રિએટિવ ટીમએ આકર્ષક લાઈટ બ્લૂ અને સોનેરી લહેંગા પસંદ કર્યો છે, જેમાં તે ખૂબ સુંદર દેખાતી હતી. ગુરુદ્વારામાં આ વેડિંગ સિકવન્સના શૂટિંગ માટે તે સારો સમય વિતાવી રહી છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે, શોના બ્રાઈડલ લૂકમાં તેને પોતાના સ્ટાઈલ ઇનપૂટ્સ પણ આપ્યા છે!
તનિષા કહે છે, “દરેક છોકરીની ઇચ્છા હોય કે, તે એક સુંદર દુલ્હનની જેમ તૈયાર થાય અને આ ઉદ્યોગમાં પ્રોફેશનલના ભાગ રૂપે હું નસીબદાર છું કે, મને ઘણી વખત આ જાદુઈ ક્ષણ માણવાનો મોકો મળ્યો છે. પણ આ ખરેખર કંઈક અલગ અને મારું મનપસંદ છે. મેં ક્યારેય ન’તું વિચાર્યું કે, આછો બ્લુ અને સોનેરી રંગ એ આ દેખાવ માટે બ્રાઈડલ આઉટલૂક માટે સુંદર લાગશે, પણ જ્યારે આ ફાઈનલાઇઝ થયો તો, હું અને મારી ક્રિએટિવ ટીમ ખૂબ જ ઉત્સાહિત હતી.
હું એટલી ઉત્સાહિત હતી કે, વસ્ત્રોને મેચિંગ જ્વેલરી યોગ્યતાથી શોધવા માટે ટીમ સાથે હું ગઈ હતી, જેથી તે ખૂબ જ સારું લાગે. નેકપીસથી લઇને નાકની રિંગ સુધી બધું જ પસંદ કર્યું અને જે પરિણામ મળ્યું તેનાથી હું ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છું. સાચું કહું તો, એક નવવધુની જેમ તૈયાર થવું એ હંમેશા અલગ જ અનુભવ છે, પછી તે રીલમાં હોય કે હકિકતમાં, તે ઘણી લાગણીની અનૂભૂતિ કરાવે છે અને તમને ખુશી આપે છે. આગામી એપિસોડમાં ચાહકો માટે એટલા આશ્ચર્ય અને આંચકા છે કે તેઓ પ્રતિભાવ આપતા અચકાશે નહીં.”
જ્યારે તનિષા એ તેના લગ્નના વસ્ત્રો ધારણ કરીને ખૂબ જ ખુશ છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે, આગામી સમયમાં કુલદીપની સાથે હીરના લગ્ન બાદ તેના જીવનમાં ઘણું નાટક જોવા મળશે.