વિચિત્ર ડ્રેસ પહેરીને આવેલી તનિષા મુખર્જી લોકોની મજાકનો શિકાર બની

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કાજોલની નાની બહેન તનિષા મુખર્જી છેલ્લા કેટલાક સમયથી પડદા પરથી ગાયબ છે. પરંતુ તે જાહેરમાં દેખાતી રહે છે. તાજેતરમાં તે એક કાર્યક્રમમાં જોવા મળી હતી. જ્યાં તેના વિચિત્ર ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું.
અભિનેત્રી લોકોની ટીકાનો ભોગ બની અને યુઝર્સે અભિનેત્રી ઉર્ફી જાવેદને બહેન કહેવાનું શરૂ કર્યું.તનિષા મુખર્જી ૪૭ વર્ષની છે અને હજુ પણ કુંવારી છે. ‘બિગ બોસ’ અને ‘ખતરો કે ખિલાડી’ સિવાય તેણે ‘ઝલક દિખલા જા’ પણ કરી હતી. પરંતુ તે કોઈ પણ ખિતાબ જીતી શકી નહીં. જોકે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેની માતા તનુજા અને બહેન કાજોલ સાથે જોવા મળે છે.
પરંતુ હવે તે રેટ્રો લુકમાં જોવા મળી હતી, જેના કારણે તેનો વીડિયો વાયરલ થયો હતો.કાજોલની બહેન તનિષા મુખર્જીએ કાળા રંગનો નેટ ડ્રેસ પહેર્યાે હતો જેના કેટલાક ભાગો પર મોટા ફૂલો હતા, જે તેના ઉપરના અને નીચેના ભાગોને ઢાંકી દેતા હતા.
હવે જ્યારે તે રસ્તા પરથી રેડ કાર્પેટ તરફ ચાલી રહી હતી, ત્યારે તેને જોઈને એવું લાગતું હતું કે તે પોતે પણ આરામદાયક નહોતી. પણ તેણે કોઈ ખાસ કારણોસર તે પહેર્યું. વાળ બનમાં બાંધેલા હતા અને ટોપી જેવો હેરબેન્ડ પહેરેલો હતો. જો કે તનિષાને જોઈને લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી.SS1MS