ગુજરાતમાં ૨૪ કલાકમાં ટંકારામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો
અમદાવાદ, ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ત્યારે આજે પણ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સોમવારે (૨૪ કલાક) ૨૫૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ ૧૩.૮૮ ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે પંચમહાલના મોરવા હડફમાં ૧૩.૮૪ ઇંચ, ખેડાના નડિયાદમાં ૧૩.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સાથે મોરબીના વાંકાનેર, આણંદના તારાપુર, ગોધરા, ખંભાત, પાદરા, આણંદ, વડોદરા, બોરસદમાં ૧૨ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ખેડાના વસો અને આણંદના સોજીત્રામાં ૧૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદના ધોળકા, મેઘરજ, મહુવા, મહેમદાવાદ, સંતરામપુર, શેરા, કાલાવાડ, ગળતેશ્વર, ખંભાળિયા, રાજકોટ, પેટલાદ, નખત્રાણા, મોરબી, બાલાશિનોર, માંડવીમાં ૯ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.તો ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ૯.૧૬ ઇંચ, સુરતમાં ૨૯ દ્બદ્બ એટલે કે એક ઇંચથી થોડો વધારે વરસાદ નોંધાયો છે.
વડોદરામાં ૧૨ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ગઈકાલે જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના મેપમાં જણાવ્યા પ્રમાણે, આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત અને ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, દીવ અને કચ્છમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
આ સાથે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.SS1MS