Western Times News

Gujarati News

રખડતા ઢોરને ગૌશાળામાં મોકલવા ર્નિણય કરાયો

ભાવનગર, ભાવનગરમાં રખડતાં ઢોરનો ત્રાસ આસમાને છે. જેને અટકાવવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ભાવનગર શહેરમાં રખડતા ૫૦૦ ઢોરને અમદાવાદની વિરાટ ગૌશાળામાં મોકલવા ર્નિણય કરવામાં આવ્યો છે. એક પશુ દીઠ અમદાવાદની ગૌશાળાને રૂપિયા ૬૧૦૦ ચૂકવવા અંગેના ર્નિણય પર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મજૂરીની મહોર લગાવવામાં આવી છે.

It has been decided to send 200 cattle roaming in Bhavnagar city to Virat Gaushala in Ahmedabad.

ભાવનગરમાં રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા શહેરમાં ૨ ઢોર ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી છે. અખિલેશ સર્કલ અને રિંગ રોડ ઉપર આવેલ આ ઢોર ડબ્બામાં ૧૨૦૦ થી વધુ રખડતા ઢોરને પકડીને પુરવામાં આવ્યા છે. જે પશુઓના નિભાવ ખર્ચ પેટે ભાવનગર મનપા દર મહિને ૨૦ થી ૨૧ લાખ ચૂકવી રહી છે. હવે જ્યારે આગામી દિવસોમાં ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે રસ્તાઓ ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધે નહી તે માટે ભાવનગર મનપાના શાસકોએ આશરે ૫૦૦ જેટલા રખડતા ઢોરને અમદાવાદની વિરાટ ગૌશાળામાં મોકલવાનો ર્નિણય કર્યો છે.

વધુમાં ભાવનગર શહેરના નારી રોડ ઉપર ઢોરનો ડબ્બો બનાવવા ૫ એકરની જગ્યા કલેકટર પાસે માંગવામાં આવી છે. તેમજ સીદસરથી હિલપાર્ક ઉપર પણ એક ઢોરનો ડબ્બો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે વિપક્ષના આગેવાનોએ શાસક પક્ષ ઉપર આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે, ભાવનગર મનપાના શાસકોએ અગાઉ પણ રખડતા ઢોરને પકડીને મોકલવામાં માટે ૪ થી ૫ જગ્યાએ વાત અને જાહેરાત કરી હતી.

જે-તે સમયે માત્ર ગણ્યા ગાંઠ્‌યા ઢોર પકડીને કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. ખરેખર જાે ભાવનગર શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવો જ હોય તો ભાવનગર શહેરમાં ટી.પી.સ્કીમ ઘણી પડી છે ત્યાં રખડતા ઢોરને પકડીને રાખવામાં આવે તેવો વિપક્ષમાંથી સૂર ઉઠ્‌યો છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.