તાન્યા ધામધૂમથી બોયફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાઈ
મુંબઈ, તાજેતરમાં જ ચક દે ઈન્ડિયા ફેમ એક્ટ્રેસ ચિત્રાશી રાવતના લગ્ન થયા હતા અને હવે તેની કો-સ્ટાર તાન્યા અબરોલ પણ પોતાના સપનાના રાજકુમાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તાન્યાના લગ્નમાં ચક દેની આખી ટીમ ભેગી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ચક દે ઈન્ડિયા ફિલ્મ વર્ષ ૨૦૦૭માં રીલિઝ થઈ હતી. તાન્યાના લગ્ન ૯મી ફેબ્રુઆરીના રોજ પંજાબી રિવાજ અનુસાર થયા હતા. તેણે બોયફ્રેન્ડ આશિષ વર્મા સાથે સાત ફેરા લીધા હતા. લગ્ન પ્રસંગમાં શિલ્પા શુકલા, સીમા આઝમી, વિદ્યા માલવડે, ચિત્રાશી રાવત સહિતના મિત્રો હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ચદ કે ઈન્ડિયા ફિલ્મમાં તાન્યાએ બલબિર કૌરનું પાત્ર ભજવ્યુ હતું.
ફિલ્મમાં શાહરુખ ખાને હોકી કોચનો રોલ કર્યો હતો. શાહરુખ ખાનની આગેવાનીમાં આખી ટીમ મેદાનમાં ઉતરી હતી. ફિલ્મ અને તેના ગીતો આજે પણ લોકોને ખૂબ પસંદ આવે છે. તાન્યાના લગ્નની વાત કરીએ તો, રુબિના દિલૈક અને અભિનવ શુક્લા પણ લગ્નમાં હાજર રહ્યા હતા.
તાન્યાએ લગ્નમાં મરૂન લહેંઘો પહેર્યો હતો. આ સાથે જ તેણે ગ્રીન બ્લાઉઝ પહેર્યો હતો. આ એક યુનિક કોમ્બિનેશન છે અને તે ખૂબ સુંદર લાગી રહી હતી. સાથે જ તેણે નેકલેસ પહેર્યો હતો અને ટ્રેડિશનલ ચૂડો અને કલીરા પણ પહેર્યા હતા. રુબિના દિલૈક પણ પતિ અભિનવ સાથે લગ્નમાં હાજર રહી હતી.
રુબિના દિલૈકે બ્લેક અને ગોલ્ડન સાડી પહેરી હતી. અભિનવે તાન્યા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનવે લખ્યું કે, તુ મારા કરતા નાની છે પણ ઘણી સમજદાર છે. અને હું વધારે મસ્તીખોર છું. જીવનના દરેક પડાવમાં તુ એક બહેન તરીકે, મિત્ર તરીકે અને એક સપોર્ટર તરીકે હાજર રહી હતી.
તને દુલ્હન બનતી જાેઈને ખૂબ ખુશી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાન્યાએ ચક દે ઈન્ડિયા સિવાય અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ ચિત્રાશીએ પતાના લગ્નની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા.SS1MS