Western Times News

Gujarati News

તાપી જિલ્લાના બાજીપુરા ખાતે થશે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

૭૬મો પ્રજાસત્તાક પર્વ વિશેષ: તાપી જિલ્લો  રિહર્સલની સાથે સાથે જાણવા જેવી બાબતો-આ ધ્વજવંદન કાર્યક્રમ વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે.

પ્રજાસત્તાક પર્વમાં અવનવા કરતબો થકી સૌને આશ્ચર્યચકિત કરશે પોલીસ જવાનોની ટીમ –સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સામેલ થયેલા શ્રેષ્ઠ કરતબો અને શોનો સમાવેશ કરાયો

  તાપી જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સહિત સંલગ્ન તમામ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તાપી જિલ્લા પ્રભારી સચિવ શ્રી મિલિંદ તોરવણેના વડપણ હેઠળ ગણતંત્રની ઉજવણીનું અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમસાંસ્કૃતિક કાર્યક્રમપોલીસ પરેડપોલીસ વિભાગ દ્વારા યોજનારા બ્રાસ બેન્ડ ડિસપ્લેસાંસ્કૃતિક કાર્યક્રમમોટરસાયકલ સ્ટંટ શોડોગ શોઅશ્વ શોહેલિકોપ્ટરથી પુષ્પ વર્ષાહર્ષ ધ્વનિસહિત પુરસ્કાર અને ટ્રોફી વિતરણનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

રિહર્સલમાં તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ સહિત ઉચ્ચ અધિકારીઓવિવિધ વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓપોલીસના જવાનોસાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનારા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ ધ્વજવંદન કાર્યક્રમ વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે. જેની ઉજવણી અન્વયે કાર્યક્રમમાં પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 તા.૨૩: તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ૨૬મીએ યોજાનારા ભવ્ય પોલીસ પરેડ તથા વિવિધ શોની રોજબરોજ પ્રેક્ટીસ અને રિહર્સલ શેસનમં થતા સ્ટંટ ખાસ કરીને યુવાઓ અને બાળકોને રોમાંચિત કરે તેવા છે.

આ ભવ્ય કાર્યક્રમમાં રજુ થનાર કૃતિઓની વિશેષતાઓ અંગે થોડુ જાણીએ.

રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સામેલ થયેલા શ્રેષ્ઠ કરતબો અને શોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય ૦૫ કાર્યક્રમો છે. બ્રાસ બેન્ડ ડિસ્પ્લેસાંસ્કૃતિક કાર્યક્રમમોટરસાયકલ સ્ટંટ શોડોગ શોઅશ્વ શો પોલીસ વિભાગ દ્વારા રજુ થનાર છે.

(1)      બ્રાસ બેન્ડ ડિસ્પ્લે :-

–        બ્રાસ બેન્ડ ડિસ્પ્લેની ટીમ તાજેતરમાં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પ્યુટેશનમાં નાગાલેન્ડ ખાતે ભાગ લઇ ગુજરાત પોલીસનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. ટીમ દ્વારા વિવિધ ફોરમેશન સાથે ડિસ્પ્લે કાર્યક્રમ રજુ કરવામાં આવશે. જે ખરેખર જોવા જેવો છે.

(2)      સાંસ્કૃતિક કાર્યક્રમ (સપ્તરંગી ગુજરાત) :

–        ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોકનૃત્યો જેવા કે ગુજરાતના ભાતિગળ ગરબા,હાલાર પ્રદેશનો રાસ,ડુંગરાળ પ્રદેશના વનબંધુઓનું ટીમ્બલી નૃત્ય. સોરઠ ધરાની ટીપણી નૃત્ય રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના મહિલા/પુરૂષ મળી કુલ-૨૨૫ કર્મચારીઓએ ભાગ લીધો છે. નૃત્યોનુ સંગીતડ્રેસ કોડ અને વિવિધ ફોર્મેશન સૌમાં જોશ જગાડે છે.

(3)      મોટરસાયકલ સ્ટંટ શો :

–        પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આ શો સૌથી લોકપ્રિય હોય છે. ખાસ કરીને બાળકોમાં કુતહલતા જગાવતો આ શોમાં મોટરસાયકલની મદદથી સિંગલ અને ડબલ ઇવેન્ટો કરાશે. જેમાં પોલીસ જવાનો દ્વારા આંખના પલકારામાં જ એક બીજાને ઉનિઆંચ પણ ન આવે તે રીતે દિલ ધડક ક્રોસીંગ કરતા વિવિધ સ્ટંટ જોવા મળશે.

(4)      ગુજરાતનું ગૌરવવંતુ પોલીસ શ્વાનદળ :

–        ડોગ શોમાં લેબ્રાડોરજર્મનશેફર્ડ,અને બેલ્જીયમ મલીનોઇઝ જાતિના ડોગનો સમાવેશ કરાયો છે. આ શ્વાન પગેરૂ શોધવાગંધ પારખવવા,  સ્ફોટક પદાર્થ શોધવામાં અને નશીલા પદાર્થ શોધવામાં તાલીમબધ્ધ હોય છે.

–        નોંધનિય છે કેગુજરાત રાજ્ય પોલીસ શ્વાનદળે અત્યાર સુધીમાં અખિલ ભારતીય શ્વાન સ્પર્ધા અને ચૅપિયન ડોગ “શો”માં પ્રશંસનીય કામગીરી કરી ગોલ્ડ મેડલસિલ્વર મેડલબ્રોઝ મેડલટ્રોફીઓ અને પ્રંશસાપત્રો મેળવી શ્વાનદળનું ગૌરવ વધાર્યું છે.

 (5)      અશ્વ શો/ ટેન્ટ પેગીંગ શો :

ટેન્ટ પેગીંગનો ઇતિહાસ કઇંક આમ છેરાજા મહારાજા અને અંગ્રેજોના સમયમા એક બીજાના રાજ્યો ઉપર દુશ્મનોના જે ટેન્ટો લાકડાની પેગો જમીનમાં રોપીને એ ટેન્ટોમાં રોકાણ કરતાં આ સમયમાં આવા ટેન્ટો અને દુશ્મનોની છાવણી ઉપર ઘોડાઓ ઉપર સવાર થઇ અશ્વો દ્વારા હુમલો કરી પેગોને ભાલાથી ઉખેડી નાખવામાં આવતા હતા. આ રીતે દુશ્મનોના ટેન્ટો ઉપર હુમલો કરવામાં આવતો હતો.

 આમઆ સમય પછી થી હાલમાં નેશનલ લેવલે તેમજ આંતર રાષ્ટ્રીય લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓમાં આ ટેન્ટ પેગીંગ ઇવેન્ટનો ખાસ સમાવેશ કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં પાણીદાર અને ચુનંદા અશ્વોનો તેમજ ચુનંદા અશ્વ સવારો દ્વારા આ હોર્સ-શૉના દિલધડક કરતબો બતાવી તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે.

 અત્રે નોંધનિય છે કેપોલીસ વિભાગના તમામ કાર્યક્રમો ડી.જી.પી.સાહેબશ્રીની સુચનાથી સ્ટેટ નોડલ અધિકારી તથા ના.પો.અધિક્ષકશ્રી વિજયસિંહ પરમારની ટીમ દ્વારા તૈયાર કરાવા સહિત તાપી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલની રાહબરી હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એસ. નાયક અને સમગ્ર તાપી જિલ્લા પોલીસ ટીમ પ્રશંસનીય કામગીરી કરી રહી છે.

 રાજયકક્ષાના ભવ્ય કાર્યક્રમને નજરસમક્ષ માણવો એક લાહ્વો છે. ત્યારે તાપી જિલ્લામાં બાજીપુરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં કોઇ બાકાત ન રહે તથા બાળકોસિનિયર સીટીઝન સહિત દરેક નાગરિક પ્રજાસત્તાક પર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.