Western Times News

Gujarati News

તાપીમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન

તાપી જિલ્લામાં છેલ્લા ૫ દિવસમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે તાપીના નદી પટાના ગામો પ્રભાવિત

તાપી,  તાપી જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત ૨૫ થી ૩૦ જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે પરિસ્થતિ ગંભીર થઈ છે. જેને લઈને તાપી જિલ્લાના આબાપાણી ગામ પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે.

તાપી જિલ્લામાં છેલ્લા ૫ દિવસમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના નદી પટાના ગામો પ્રભાવિત થયા હતા. જેમાં વરસાદના કારણે જે નદી કિનારાના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા હતા સાથે હાલ વરસાદે વિરામ લેતાં નદીનાં પાણી ઓસરવા ની સાથે નુકસાની દ્રશ્યો સામે આવી રહ્યા છે.

પૂરેપૂરા ખેતરો હાલ પાણીમાં ગરકાવ થયા હતા. જે ખેડૂતોએ પકવેલો પાક નિષ્ફળ જવાની સાથે ખેડૂતોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

ત્યારે જે નદી કિનારાના જે ખેતરો છે તેમાં ૧૫૦ થી વધુ હેક્ટરમાં નદીના પાણી ભરવાના સાથે પાકો ધોવાઈ ગયા હતા. જેમાં શેરડી, ડાંગર જેવા પાકો તો સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ જવાની સાથે ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાની થઈ હતી. હાલની વાત કરે તો હાલ પણ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે જહેમત કરી રહ્યા છે.

વાત કરીએ તો જે નદી કિનારેના ગામમાં રહેતા લોકોના ઘરો પણ તણાઈ ગયા હતા. જેમાં આજે અમારી ટીમે મુલાકાત કરી હતી જ્યાં ચિચબરડી ગામના ગંજીભાઈ ગામીત સાથે મુલાકાત દરમિયાન તેમની વેદના વ્યક્ત કરતા કહ્યું કે તેમનું ઘર પૂના નદી કિનારે આવેલું છે. જે પાણીના પ્રવાહમાં પૂરેપૂરું ધોવાઈ જવાની સાથે આજે બે ઘર બન્યા છે. લોકોએ સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.