ઉકાઈની સપાટી ૧ર ફૂટ વધે તેટલું પાણી ૧૪ દિવસમાં તાપી નદીમાં છોડી મૂકાયું
સુરત, ઉકાળમાં પાણીની સપાટી ૧ર ફૂટ વધે તેટલું પાણી વીતેલા ૧૪ દિવસમાં ડેમમાંથી તાપી નદીમાંથી છોડી દેવું પડયું છે. રૂલલેવલને જાળવવા માટે તાપી નદી મારફતે આ પાણી દરિયામાં જતું કરવું પડયું છે. બીજી શબ્દોમાં કહીએ તો વીતેલા ૧૪ દિવસમાં ઉકાળ ડેમમાંથી અધધધ ૧૩૯૬.૮૭ કરોડ લીટર પાણી દરિયામાં વહાવી દેવાયું છે.
ઉકાઈના ઉપરવાસમાં અવિરત વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક રૂલ લેવલની નજીક પહોંચી જતાં તંત્રે ચોથી ઓગસ્ટથી હાઈડ્રો મારફતે પાણી છોડવાનો આરંભ કર્યો હતો. શરૂઆતમાં બે હાઈડ્રો બંધ કરાયા હતા. ત્યારબાદ ઉપરવાસમાં વરસાદનું જોર વધતા ડેમના સત્તાવાળાઓએ દરવાજા ખોલી પાણી છોડવાનો આરંભ કરી દીધો હતો.
શરૂઆતમાં ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર રીતે ૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જો કે, બે દિવસ પહેલાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી જતાં દરવાજા બંધ કરી દેવાયા છે. હવે ચોથી ઓગસ્ટના રોજ હાઈડ્રો દરવાજા અને કેનાલ મારફતે કુલ ૧૩૯૬.૭૯ એમસીએમ પાણી છોડવામાં આવ્યું છે જે પૈકી ૮૭૬.પ૩ એમસીએમ દરવાજા મારફતે, પ૦૧.૩૦ એમસીએમ હાઈડ્રો અને ૧૮.૯૬ એમસીએમ કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે.
ચોથી ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધીમાં જેટલું પાણી છોડી મૂકવામાં આવ્યું તેટલા પાણીનો સંગ્રહ કરવામાં આવતો ઉકાળ ડેમમાં પાણીની સપાટી ૧ર ફૂટ વધી હોત.
જો કે, ડેમમાં રૂલ લેવલ જાળવવું પણ અનિવાર્ય છે. રૂલ લેવલ જાળવવામાં નહીં આવે અને ઉપરવાસમાં ભારે વરસાદ પડે એવા સંજોગોમાં પાણીની આવક વધી જાય છે તો તેવા કિસ્સામાં એક સાથે મોટી માત્રામાં પાણી છોડવાની નોબત આવી શકે. એટલે ઉકાળ ડેમ મેનેજમેન્ટ દ્વારા વર્ષ ર૦૦૬થી રૂલ લેવલ નક્કી કરવામાં આવ્યા છે. તે પ્રમાણે તેને મેઈન્ટેન કરીને આગળ વધવામાં આવે છે.