Western Times News

Gujarati News

ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતાં કોઝવે 10 મીટરની નજીક

Tapi Ukai Dam 2 cusec water released

(પ્રતિનિધિ) સુરત,  ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ અને હથનુર ડેમથી સતત છોડવામાં આવી રહેલા પાણીને પગલે ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા હરસંભવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આજે બપોરે ઉકાઈ ડેમમાં ઈનફલો વધીને ૨.૭૦ લાખ ક્યુસેકને પાર કરી ચુક્યો હતો અને સપાટી ૩૩૩ ફુટને વટાવી જવા પામી છે. જેને પગલે હાલ ઉકાઈ ડેમમાંથી અંદાજે બે લાખ કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

તાપી નદીમાં સતત છોડવામાં આવી રહેલા પાણીને પગલે તાપી નદીની સપાટીમાં પણ સતત વધી રહી છે અને આજે બપોર સુધીમાં તાપી તટે આવેલ શનિવારી બજાર અને વોક-વે સહિત રિવરફ્રન્ટ તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ
જવા પામ્યા હતા.

જુલાઈ મહિનાના પ્રારંભ સાથે ઉકાઈડેમની સપાટીમાં સડસડાટ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ઉકાઈ  મના ઉપરવાસમાં ભારે વરસાદ અને હથનુર ઉકાઈ ડેમમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છ. જેને કારણે ઉકાઈ ડેમમાં ઈનફ્લો પણ વધીને ૨.૭૦ લાખને પાર પહોંચ્યો છે. ઉકાઈ ડેમમાંથી શનીવારી બજારમાં તાપીના ઘાણી ઘુસ્યા: હળુમાત ટેકરી બાદ ભરીમાતા ફ્લડ ગેટ યણા બંધ કરાયો

ડેમમાંથી પણ એકધારૂં પાણી છોડવામાં આવતાં સત્તાધીશોની મુંઝવણમાં વધારો થવા પામ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૩૩ ફટ સુધી સીમિત રાખવાની કવાયત વચ્ચે હાલ ઉકાઈ ડેમમાંથી ૧.૯૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હથનુર ડેમમાંથી આજે બપોરે ૧૨ વાગ્યે સુધી ૧.૩૩ લાખ ક્યુસેક પાણી છેલ્લા ૪૮ કલાકથી સતત પાણી છોડવામાં આવતાં તાપી નદી બશ્ને કાંઠે વહેતી જોવા મળી રહી છે. જો કે, ગઈકાલે રાંદેરના હનુમાન ટેકરી વિસ્તારમાં તાપી નદીના પાણી ફરી વળે તે પહેલાં જ મનપા દ્વારા ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આજે સવારે વરીયાવ ખાતે ભરીમાતા ફ્લડ ગેટને પણ બંધ કરવાનો નિર્ણય ૨0 મીટર બજીક પહોંચ્યો લેવામાં આવ્યો છે.

તાપી નદીમાં સતત વધી રહેલા પાણીને પગલે આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો તાપી નદીને ખળખળ વહેતી જોવા માટે ઉમટી પડ્યા હતા. આ તબક્કે તાપી નદીના કાંઠા વિસ્તારના લોકોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

જો કે, મક્કાઈપુલ પાસે આવેલ શનિવારી બજારમાં પાણી ફરી વળતાં રુંપડામાં વસવાટ કરતાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય નાનપુરામાં તાપી નદોના કાંઠે બનાવવામાં આવેલ વોક-વે અને રાંદેર તરફ રિવર ફ્રન્ટ પણ તાપી નદીનાં પાણી ફરી વળ્યા છે.

તાપી નદીની સપાટીમાં સતત વધારાને પગલે હાલ સિંગણપોર વિયર – કમ – કોઝવેની સપાટી પણ ૧૦ ફુટની નજીક પહોંચી જવા પામી છે અને સંભવતઃ જુલાઈ મહિનામાં પહેલી વખત કોઝવેની સપાટી ૧૦ ફુટને આંબે તો નવાઈ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.