Western Times News

Gujarati News

હેન્ડપંપ બાદ થાંભલા તોડતો જોવા મળ્યો તારા સિંહ

મુંબઈ, સની દેઓલ અને અમીષા પટેલની ગદર ફિલ્મે વર્ષો પહેલા ધૂમ મચાવી હતી. આજે પણ તે ફિલ્મના ડાયલોગ લોકોને યાદ છે. હવે આ ફિલ્મનો બીજાે ભાગ બની રહ્યો છે. બંને કલાકારો અપકમિંગ ફિલ્મ ‘ગદર ૨’માં તારા સિંહ અને સકીનાની ભૂમિકાઓ ફરીથી ભજવવા માટે તૈયાર છે.

ગદર-૨ માટેની જાેડી અંગે ફિલ્મના નિર્માતાઓ કોઈ ફોડ નથી પાડી રહ્યાં ત્યારે સની દેઓલના કેટલાક ફાઇટીંગના સીન ઓનલાઈન સોશિયલ મીડિયામાં લીક થઈ રહ્યાં છે. એક સીનમાં સની દેઓલ પાઘડી સાથે પઠાણી સૂટ પહેરેલો જાેઈ શકાય છે.

આ એક્શન સીનમાં સની દેઓલ ધૂળવાળી જગ્યાએ સૈનિકો સાથે લડતો જાેવા મળી રહ્યો છે. અભિનેતાને એક સાથે લગભગ ૧૫-૨૦ સૈનિકો સાથે ફાઇટીંગ કરી રહ્યો હોય તેવો સીન દર્શાવવામાં આવી રહ્યો છે. અન્ય એક વિડિયોમાં સની દેઓલ તેની કો-એક્ટર સિમરન કૌર સાથે સિમેન્ટના થાંભલા સાથે બંધાયેલો નજરે પડી રહ્યો છે.

બંને સની – સિમરન સૈનિકોથી ઘેરાયેલા છે, જ્યારે સનીને ગુસ્સો આવે છે, ત્યારે તે પોલને અડધો તોડી દે છે. સૈનિકો સની દેઓલને નિયંત્રણ બહાર થતો જાેઈને બીજાને ભાગતા જાેઈ શકાય છે. ગણતંત્ર દિવસ ૨૦૨૩ના દિવસે ફિલ્મના નિર્માતાઓએ રિલીઝની ડેટ સાથે નવું પોસ્ટર શેર કર્યું હતુ.

ફિલ્મ ‘ગદર’માં પાકિસ્તાનમાં હેન્ડ પંપ ઉખાડીને ચર્ચામાં આવેલો સન્ની દેઓલ આ વખતે પોસ્ટરમાં એક મોટા હથોડા સાથે નજરે પડે છે. પોસ્ટરમાં સની હાથમાં હથોડો પકડીને ખંડેર જગ્યાએ કાટમાળની વચ્ચે ઝડપથી ચાલતો જાેવા મળે છે.

ફિલ્મ અંગે સની દેઓલે ટિ્‌વટ કર્યું હતુ કે, હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ… ઝિંદાબાદ થા… ઔર ઝિંદાબાદ રહેગા…! આ સ્વતંત્રતા દિવસે અમે તમારા માટે બે દાયકા પછી ભારતીય સિનેમાની સૌથી મોટી સુપરહિટ ફિલ્મની સૌથી મોટી સિક્વલ લઈને આવ્યા છીએ.

‘ગદર ૨’ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રિલીઝ થશે તેમ સન્નીએ ઉમેર્યું હતુ. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૨૦૦૧ની ગદરઃ એક પ્રેમ કથાની સિક્વલ છે.

આ ફિલ્મમાં અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ જાેવા મળશે, જેણે પહેલા ભાગમાં સની અને અમીષાના પુત્રની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘ગદર’ ૨૦૦૧ માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મને ત્યારે સાડા પાંચ કરોડથી વધુ લોકોએ જાેઈ હતી. ત્યારે ‘ગદર’નો મુકાબલો આમિરખાનની ફિલ્મ ‘લગાન’ સામે હતો.‘લગાન’ને ત્યારે બે કરોડ લોકોએ જાેઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.