હાઇ હીલને કારણે તારા સુતરિયા મુશ્કેલીમાં મૂકાઈ

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મ એક વિલન રિટર્ન્સના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર તથા દિશા પટની છે. તાજેતરમાં ફિલ્મના પ્રમોશનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તારા સુતરિયા પોતાની ટીમ મેમ્બરનો હાથ પકડીને ચાલતી જાેવા મળી હતી.
તારા સુતરિયા ફિલ્મના પ્રમોશનમાં જતી હતી. આ દરમિયાન વરસાદ પડ્યો હતો. તારા સુતરિયાએ હાઇ હીલ ને શોર્ટ આઉટફિટ પહેર્યા હતા. હાઇ હીલને કારણે તે વરસાદમાં કોઈની મદદ વગર ચાલી શકે તેમ નહોતી. આ સમયે તારા સુતરિયા પોતાની ટીમના બે સભ્યોનો હાથ પકડીને ચાલતી હતી. જ્યારે અન્ય એક વ્યક્તિએ છત્રી પકડી હતી.
તારા સુતરિયાનો વીડિયો વાઇરલ થતાં જ એક્ટ્રેસને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી. અનેક યુઝર્સે કહ્યું હતું કે જાે હાઇ હીલ પહેરીને વરસાદમાં ચાલી ના શકતી હોય તો આવા સેન્ડલ પહેરવા જ કેમ પડે. ઘણાંએ કહ્યું હતું કે ઓવરએક્ટિંગ કરે છે.
૨૦૧૪માં આવેલી એક વિલનનો બીજાે ભાગ એક વિલન રિટર્ન્સ ૨૯ જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મને મોહિત સૂરીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને બાલાજી ટેલિફિલ્મ્સ તથા ટી સિરીઝે પ્રોડ્યૂસ કરી છે.
૨૭ વર્ષીય આદર જૈન ૨૬ વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયાને લાંબા સમયથી ડેટ કરે છે. સ્વ. રાજકપૂરની દીકરી રીમાએ મનોજ જૈન સાથે લગ્ન કર્યા છે. રીમા-મનોજને બે દીકરા અરમાન જૈન તથા આદર જૈન છે. ચર્ચા છે કે તારા સુતરિયા તથા આદર જૈન આવતા વર્ષે લગ્ન કરશે. આદર જૈને એ દિલ હૈ મુશ્કિલમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ફિલ્મ હેલ્લો ચાર્લી તથા ખેલ ખેલ મેંમાં કામ કર્યું છે.SS1MS