તારક મહેતાએ પુસ્તક લખીને ૧૫૦ લોકોની જિંદગી સુધારી
સિરીયલ આજે પણ લોકોને જોવાની મજા આવે છે
ઘણી વાર જબરજસ્ત ઓપનિંગ સાથે શરૂ થતી સિરીયલનું ૩ થી ૪ મહિનામાં પેકઅપ થઇ જાય છે
મુંબઈ, લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે એક વ્યક્તિને પ્રેરિત થઇને બનાવવામાં આવી છે, જેમનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ થયો હતો. ૬ વર્ષ પહેલાં ૮૭ વર્ષની ઉંમરમાં ફેમસ લેખક તારક મહેતાનું નિધન થયુ હતુ. ભલે તારક મહેતા આજે આ દુનિયામાં નથી, પરંતુ આજે પણ એમને લખેલી બુકથી ૧૫૦ લોકોનું ઘર ચાલી રહ્યો છે. જો કે આજથી ૫૨ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૧૯૭૧માં ગુજરાતી લેખક તારક મહેતાએ સાપ્તાહિક અખબાર ચિત્રલેખામાં દુનિયા ને ઊંધા ચશ્મા નામથી કોલમ લખવાની શરૂ કરી.
આ કોલમને મેળવીને બુક બની અને આજે આ બુકથી અસિત કુમાર મોદીએ સોની સબ ટીવીમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા બનાવી. આજે એક્ટર્સની સાથે-સાથે તારક મહેતા સિરીયલમાં લગભગ ૧૫૦ લોકો કામ કરે છે. આ ૧૫૦ લોકોમાં સિરીયલના કલાકાર, રાઇટર, ડાયરેક્ટર, ક્રિએટિવ ડાયરેક્ટર, મેકઅપ મેન, આસિસટન્ટ ડાયરેક્ટ, ડીઓપી, ડ્રેસ દાદા, લાઇટમેન, સ્પોટબોય અને સિક્યોરિટી પણ સામેલ છે.
ભલે કેટલાક એક્ટર્સ અને કેમેરા મેનની પાછળ કામ કરનારી ટીમે આ સિરીયલને અલવિદા કહી દીધુ છે, પરંતુ આજે પણ આ સિરીયલની ટીમમાં મોટાભાગના લોકો ૧૫ વર્ષથી શો સાથે જોડાયેલ છે. કહેવામાં આવે છે કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો આમાં કોઇ પણ શો તેમજ બીજાની ગેંરટી આપવામાં આવતી નથી. ઘણી વાર જબરજસ્ત ઓપનિંગ સાથે શરૂ થતી સિરીયલનું ૩ થી ૪ મહિનામાં પેકઅપ થઇ જાય છે.
તારક મહેતાના અસિત મોદીએ આ બુકની સાથે એક એવું હિટ ફોર્મુલા આપ્યુ છે કે જે છેલ્લા ૧૫ વર્ષથી ટીઆરપીના મામલે ટક્કર આપ્યા પછી પણ સોની સબ ટીવીનો આ શો હજુ સુધી ચાલુ રહ્યો છે. આ કારણે નીલા ટેલિફિલ્મ્સના શોમાં કામ કરતા લોકો માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઇ સરકારી નોકરીથી ઓછી નથી. અહીંયા લોકોને અઠવાડિયામાં એક વાર રજા મળે છે. મળતી માહિતી અનુસાર એક્ટરને પર ડેના હિસાબથી પૈસા મળે છે.
ગુજરાતી રાઇટર તારક મહેતાએ લખેલા આ શોને માત્ર ગુજરાત તરફથી જ નહીં, પરંતુ પૂરા દેશભરમાં લોકોનો પ્રેમ મળી રહ્યો છે. ભલે આ શો મુંબઇના ગોકુલધામ સોસાયટીની વાત કરવામાં આવી હોય, પરંતુ આ સોસાયટીમાં ગુજરાતી જેઠાલાલની સાથે મરાઠી ભીડે, યુપીના પત્રકાર પોપટલાલ, પંજાબના સોઢી, બંગાળના બબિતા જી જેવા દેશના દરેક પ્રાંતમાંથી આવેલા લોકો છે. આ કારણે પૂરા દેશભરમાં નાના બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકો આ શોને જોઇને એન્જોય કરતા હોય છે.ss1