તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી બાવરીની એન્ટ્રી થઈ
મુંબઈ, શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પહેલો એપિસોડ વર્ષ ૨૦૦૮માં પ્રસારિત થયો હતો. આ શોને હવે ૧૫ વર્ષ થવાના છે અને અત્યાર સુધીમાં ૩૬ હજારથી વધુ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. દેખીતી રીતે તે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી સફળ શો છે.
આ શો ભારતીય દર્શકોના દિલમાં વસે છે, તેમ છતાં નવા અને જૂના કલાકારો તેને છોડી રહ્યા છે. લાગે છે કે હવે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો ખુશ થઈ શકે છે. નિર્માતાઓ ફરીથી બાવરીને શોમાં લાવ્યા છે, જે નવીના વાડેકર ભજવશે. દયાબેને પોતાની રીતે નવી બાબરીનું સ્વાગત કર્યું છે.
વાસ્તવમાં, દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ નવીના વાડેકરની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને તેને શો માટે અભિનંદન પાઠવ્યા. ચાહકો તેની આ પોસ્ટને સારી નિશાની માની રહ્યા છે. દિશા વાકાણી શોમાં રસ દાખવી રહી હોવાથી ચાહકોને લાગે છે કે તે ગમે ત્યારે શોમાં જાેડાવાના સારા સમાચાર આપી શકે છે.
અસિત કુમાર મોદીએ શોમાં નવી એન્ટ્રી વિશે જણાવ્યું, ‘અમે બાવરીના પાત્ર માટે એક નિર્દોષ અને ફ્રેશ ચહેરાની શોધમાં હતા અને સદભાગ્યે અમને તે મળી ગયો. તેણે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આ શો કરવાનું વચન આપ્યું છે. મોનિકા ભદોરિયાએ શો છોડ્યાના ઘણા સમય બાદ નવીનાને બાવરીના રોલમાં કાસ્ટ કરવામાં આવી છે. આસિત મોદી નવીનાને મોનિકા ભદોરિયાનું સારું રિપ્લેસમેન્ટ માને છે.
નવીના વાડેકરને ઘણા રાઉન્ડના ઓડિશન બાદ પસંદ કરવામાં આવી છે. અસિત મોદી પ્રેક્ષકોને નવી બાબરી પર પ્રેમ વરસાવવા વિનંતી કરે છે. તે કહે છે, ‘લોકો અમારો શો ખૂબ પસંદ કરે છે અને અમારે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે. મને ખાતરી છે કે તેઓને નવી બાવરી ગમશે. નવીના વાડેકર ઉત્સાહી છે અને બ્રાન્ડને સમજે છે. અમે ઘણા પ્રતિભાશાળી લોકોને ઓડિશન આપ્યા બાદ સિલેક્ટ કરી છે.
શોમાં બાવરી કાનપુરની એક સાદી છોકરી છે જે બાઘા (તન્મય વેકરિયા)ના પ્રેમમાં છે. હાલમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કહાની બાઘા અને બાવરીના બ્રેકઅપની આસપાસ ફરે છે.
બાવરી તેના ઘરેથી પાછી આવી છે અને તેણે બાઘાને બગીચામાં મળવાનું વચન આપ્યું છે, પરંતુ તેમ કરવાને બદલે બાવરી તેને તેના બ્રેકઅપનો સંદેશ મોકલે છે. બાઘા અને બાવરી છૂટા પડ્યાના સમાચારથી ગોકુલધામમાં તણાવનું વાતાવરણ છે.
જેઠાલાલ અને નટ્ટુ કાકા એ જાણવા આતુર છે કે બાવરીએ બાઘા સાથે કેમ સંબંધ તોડ્યો. નવી અભિનેત્રીની એન્ટ્રીથી દર્શકો અને પાત્રોને આગામી એપિસોડમાં જવાબ મળી જશે.SS1MS