“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં થશે નવી એક્ટ્રેસની એન્ટ્રી
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબી ચાલનારી સીરિયલ પૈકીની એક છે. ૨૦૦૮માં શરૂ થયેલી સીરિયલમાંથી અત્યાર સુધીમાં કેટલાય કલાકારો આવ્યા અને ગયા. શોમાં મુખ્ય પાત્રો ભજવતા કલાકારોમાંથી દિશા વાકાણી સિવાય બધા જ કલાકારોનું રિપ્લેસમેન્ટ મેકર્સે શોધી લીધું છે.
છેલ્લા ઘણાં સમયથી સીરિયલમાં રોશનભાભીનું પાત્ર નથી બતાવવામાં આવતું. આ પાત્ર ભજવનારી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલને શોના મેકર્સ સાથે ઝઘડો થતાં તેણે શો છોડી દીધો હતો. હવે, રોશનભાભીના રોલ માટે નવી અભિનેત્રીની પસંદગી કરી લેવામાં આવી છે. સીરિયલના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
રોશનભાભીના રોલમાં ટીવી એક્ટ્રેસ મોનાઝ મેવાવાલાની પસંદગી કરવામાં આવી છે. વાત કરતાં આસિત મોદીએ મોનાઝને મિસિસ રોશન સોઢીના રોલમાં પસંદ કરી હોવાની વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, “મોનાઝ મેવાવાલાને અમારા શોનો ભાગ બનાવીને આનંદ થઈ રહ્યો છે. તેનું ટેલેન્ટ અને એક્ટિંગ માટેનું પેશન શો અને આ પાત્રને નવી દિશા આપશે. અમે ખુલ્લા દિલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પરિવારમાં તેનું સ્વાગત કરીએ છીએ.
તેના આગમનથી શોને નવું ડાયમેન્શન મળશે અને દર્શકોને જકડી રાખશે. આટલા લાંબા સમયથી સફળતાપૂર્વક ચાલી રહેલા શો સાથે જાેડાવાની ખુશી મોનાઝને પણ છે. તેણે ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું, “હું ખૂબ ઉત્સાહિત છું અને મને આનંદ છે કે હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરિવારનો ભાગ બની રહી છું. મને રોલ પસંદ આવ્યો છે અને મને આ તક આપવા બદલ હું મિસ્ટર મોદીનો આભાર માનું છું. છેલ્લા ૧૫ વર્ષથી તેમણે શોના દરેક મેમ્બર માટે જે પેશન અને સમર્પણ બતાવ્યું છે, તે પ્રશંસનીય છે. મને આશા છે કે, તારક મહેતા…ના બધા જ ફેન્સ મને પ્રેમ અને સપોર્ટ આપશે.
મોનાઝ મેવાવાલાની મિસિસ રોશન સોઢીના રોલમાં પસંદગી થઈ ગઈ છે ત્યારે હવે શોમાં તેની એન્ટ્રી જાેવા માટે દર્શકો ઉત્સુક હશે. મોનાઝની એન્ટ્રી પછી રોશન સોઢી સાથે તેની કેમેસ્ટ્રી કેવી રહે છે તે જાેવું રસપ્રદ બની રહેશે. જણાવી દઈએ કે, જેનિફર મિસ્ત્રી બંસીવાલે ૧૩ વર્ષ સુધી રોશનભાભીનો રોલ કર્યો હતો. તેણે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં શો છોડી દીધો હતો.
શોના મેકર્સ પર તેણે ગંભીર આક્ષેપો કર્યા હતા. શારીરિક છેડતીથી માંડીને પેમેન્ટ અટકાવી રાખવા સુધીના આક્ષેપ જેનિફરે કર્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લાંબી ચાલનારી સીરિયલો પૈકીની એક છે. તેની શરૂઆત જુલાઈ ૨૦૦૮માં થઈ હતી. હાલ શોનું ૧૫મું વર્ષ ચાલી રહ્યું છે અને ૩૯૦૦થી વધુ એપિસોડ પ્રસારિત થઈ ગયા છે.SS1MS