દિવાળી પહેલા ‘તારક મહેતા’ના જેઠાલાલ કરશે મોટો ધમાકો
મુંબઈ, ‘તારક મહેતા શો’ને પસંદ કરતા દર્શકો માટે ધનતેરસનો આ અવસર ઘણો આનંદદાયક બની રહેશે. આ અવસર પર શોના નિર્માતાઓએ જેઠાલાલના પાત્ર પર આધારિત એક ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક બિઝનેસ ગેમ હશે, જે મનોરંજનની સાથે-સાથે શીખવાની સુવિધા પણ આપશે.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક ખૂબ જ લોકપ્રિય ટેલિવિઝન શો છે.
આ શોની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. તેની લોકપ્રિયતા વધુ વધારવા માટે તેના નિર્માતાઓએ આ શોની એક ગેમ લોન્ચ કરવાની યોજના બનાવી છે.
આ વર્ષની શરૂઆતમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમારે ટીવી શોના પાત્રો પર આધારિત ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.માર્ચ ૨૦૨૪ સુધીમાં લગભગ ૮ રમતો લાન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ લગભગ ૧૧ વધુ ગેમ લાન્ચ કરવામાં આવશે. તાજેતરમાં, તેની એક ગેમ, ‘જેઠાલાલ ગડા’ના પાત્ર પર આધારિત ‘ગડા ઈલેક્ટ્રોનિક્સ’ લોન્ચ થવાની છે.
નીલા ફિલ્મ્સની ગેમિંગ શાખા નીલા મીડિયાટેકની નવી ગેમ ‘ગડા ઈલેક્ટ્રોનિક્સ’ ધનતેરસના અવસર પર એટલે કે ૨૯મી ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે.
શો મેકર અસિત કુમાર મોદીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે.શોના નિર્માતાએ ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યાે હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે તારક મહેતાના દર્શકો માટે સારા સમાચાર લઈને આવ્યા છે. તેણે કહ્યું, “તારક મહેતાના પ્રેમી દર્શકો માટે આજે એક સારા સમાચાર છે.
ધનતેરસના દિવસે એક ગેમ લોન્ચ કરવામાં આવી રહી છે. આ ગેમમાં જેઠાલાલ, નટ્ટુ કાકા, બગા અને મગનના પાત્રો સામેલ હશે, જે ખૂબ જ મજેદાર હશે.આ ગેમ વિશે વાત કરતી વખતે અજીત મોદીએ કહ્યું કે, તેમાં ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી, વેચાણ, તેનો નફો, નુકસાન અને જેઠાલાલના પાત્ર દ્વારા ગ્રાહક સાથે વાત કરવી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવશે.
‘ગડા ઈલેક્ટ્રોનિક્સ ગેમ’ એક બિઝનેસ ગેમ છે, જે પ્રેક્ષકોને માત્ર બિઝનેસ કેવી રીતે કરવો તે શીખવશે નહીં પણ મજા પણ આવશે. આ ગેમ પહેલા ‘રન જેઠા રન’, ‘ભીડે સ્કૂટર રેસ’, ‘મેચ પૂલ ૨૦૪૮’, ‘પોપટ શોર્ટકટ રેસ’, ‘જમ્પ ભીડે જમ્પ’, ‘તારક ફ્‰ટ મેચ’ લોન્ચ કરવામાં આવી છે.SS1MS