હિંદુ ધાર્મિક નેતાઓનું ટાર્ગેટ કિલિંગ આતંકી કૃત્ય ન ગણાય

નવી દિલ્હી, મદ્રાસ હાઈકોર્ટે ગઈ કાલે દલીલ કરી કે, શું હિન્દુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગને યુએપીએની કલમ ૧૫ હેઠળ વ્યાખ્યાયિત આતંકવાદી એક્ટ માની શકાય? મદ્રાસ હાઈકોર્ટે ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ ધરપકડ કરાયેલ એક વ્યક્તિને જામીન આપતાં કહ્યું કે આ ચર્ચાનો મુદ્દો છે.
મદ્રાસ હાઈકોર્ટે યુએપીએહેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિને જામીન આપતા તેના કૃત્યને આતંકવાદી કૃત્ય ગણવાનો ઈનકાર કરી દીધો છે. જસ્ટિસ એસએસ સુંદર અને સુંદર મોહનની ડિવિઝન ખંડપીઠે બુધવારે કહ્યું હતું કે, પુરાવા પરથી જાણી શકાય છે કે, ષડયંત્ર કેટલાક નિશ્ચિત ધાર્મિક નેતાઓ પર હુમલો કરવાનું હતું.
અધિકારીઓએ એ નથી જણાવ્યું કે, તેને આતંકવાદી કૃત્ય કેવી રીતે માની શકાશે, જેમ કે, યુએપીએની કલમ ૧૫ હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યુ છે. આરોપી કથિત રીતે આઈએસમાં સામેલ થવા માંગતો હતો અને તેણે ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા હિંદુ ધાર્મિક નેતાઓની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
કોર્ટે યુએપીએહેઠળ ધરપકડ કરાયેલા વ્યક્તિને એમ કહીને જામીન આપી દીધા કે, પુરાવા ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા, આર્થિક સુરક્ષા અથવા સાર્વભૌમત્વને જાેખમમાં મૂકવા અથવા લોકોમાં આતંક ફેલાવવાના ઈરાદાને સ્થાપિત નથી કરતા.
ખંડપીઠે આરોપી આસિફ મુસ્તફિન દ્વારા જામીન પર મુક્તિની માંગ કરતી અરજી પર આ ટિપ્પણી કરી હતી. આરોપી આસિફની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ૨૬ જુલાઈ ૨૦૨૨ના રોજ યુએપીએહેઠળ ધરપકડ કરી હતી.
અગાઉ દાખલ કરવામાં આવેલી તેની જામીન અરજીઓને ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. છેલ્લા ૧૭ મહિનાથી તે જેલમાં બંધ હતો. ફરિયાદ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપી આઈએસનો સદસ્ય બનવા માંગતો હતો અને તેણે અન્ય એવા આરોપી સાથે નિકટતા કેળવી રાખી હતી જે પહેલાથી જ વૈશ્વિક આતંકવાદી સંગઠનનો સદસ્ય હતો.
આ બંનેએ ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા હિંદુ ધાર્મિક નેતાઓને મારવાનું ષડયંત્ર બનાવ્યુ હતું. ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે કહ્યું કે જે પુરાવા મળ્યા છે તે ક્યાંય એવું નથી દર્શાવતા કે આરોપી આઈએસમાં સામેલ થઈ ગયો હતો અથવા બીજાે આરોપી અને તેનો સાથી આતંકવાદી ગ્રુપનો મેમ્બર હતો. SS2SS