બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ 1.10 લાખના મત્તાની ચોરી કરી
(પ્રતિનિધી) ગોધરા, ગોધરાના બામરોલી રોડ પર આવેલ ચાણક્ય એપાર્ટમેન્ટના બંધ મકાનનું તાળુ તોડી ધરમાં પ્રવેશ કરી અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ.૧,૧૦,૭૦૦ ની ચોરી કરી રફુચક્કર થઈ જતા આ બનાવ અંગે શહેર એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરાનાં – ૨૦૨, ચાણક્ય એપાર્ટમેન્ટ ખાતે આઇઓસી પેટ્રોલ પંપ સામે આવેલા બામરોલી રોડ ખાતે રહેતા હિતેન્દ્ર પૂનમચંદ પંડયા પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત. તા.૨૨/૦૭/૨૦૨૩ સવાર ના૧૧ઃ૦૦ વાગ્યા અરસામાં અમો ગાડી સર્વિસ માટે અને અમારા બેન ના ઘરે ખબર અંતર પૂછવા માટે વિદ્યાનગર ગયા હતા.
ત્યારે સાંજના સમયે અમારા પડોશી કામીનીબેન તુષારભાઈ સોની અમોને ફોન ધ્વારા જણાવેલ કે તમારા ઘરનો દરવાજાે ખુલ્લો છે. જેથી મેં મારા સાળા ઉમંગભાઈ વિઠ્ઠલભાઈ શ્રીમાળીને ફોન દ્વારા જાણ કરતા તેઓ અમારા ઘરે ગયા હતા. ત્યા ફ્લેટ ના અન્ય લોકો સાથે અંદર જઈને જાેતા બે બેડરૂમમાં રાખેલ તીજાેરીનો સામાન વેર વિખેર જણાઈ આવતા તેમણે અમોને ટેલીફોન કરી જાણ કરેલ
આથી અમે તેમને દરવાજે એક બીજી તાળુ મારી તેમને એમના ઘરે જવા જણાવ્યું હતું.વિદ્યાનગર ખાતે અતિ ભારે વરસાદ ચાલુ હોવાના કારણે અમારા બેન બનેવી દ્વારા રાત્રે જાતે ગાડી ગોધરા ન ચલાવી જવાની સલાહ આપી હતી.આથી અમો કુટુંબ સાથે ત્યાંજ રાત્રી રોકાણ કર્યું હતું.અને ટેલીફોન મારફતે ગોધરા એ.ડીવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી હતી.
જેને કારણે ગોધરા એ.ડીવી પોલીસ સ્ટેશનથી પોલીસ માણસો ઘટના સ્થળે તપાસ અર્થે ગયા હતા પરંતુ અમો ઘરે હાજર ના હતા માટે બીજે દિવસે આ અંગે ફરીયાદ આપવા જણાવ્યું હતું. જેથી બીજા દિવસે તાઃ૨૩/૦૭/૨૦૨૩ ના રોજ સવારે ૧૧/૦૦ અમે વિદ્યાનગરથી ગોધરા પરત આવી અને ઘર ની અંદર તપાસ કરી તો બન્ને બેડરૂમમાં દરવાજા ખુલ્લા હતા.
અને સામાન વેરવિખેર પડેલા અને તિજાેરી ખોલી તેમાથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ સાથે મળીને કુલ૧,૧૦,૭૦૦ મુદ્દામાલની ચોરી તેમના ઘરના મેઇન દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી ઘરની અંદર પ્રવેશ કરી ઉપરોકત સોનાના તથા ચાંદીના દાગીના જૂના વપરાયેલ હતો
જે સોનાના દાગીના તથા ચાંદીના દાગીનાની ચોરી કરી લઇ ગયા હતા. જેથી આ બાબતે હિતેન્દ્ર પૂનમચંદ પંડયા ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.