Western Times News

Gujarati News

રાષ્ટ્રીય સુરક્ષા માટે ટેરિફ વધારવી પડીઃ અમેરિકાનો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ખુલાસો

નવી દિલ્હી, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ વધારવાના યુએસના નિર્ણયને ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં રજૂઆત કરી હતી. ભારતે દાવો કર્યાે હતો કે, અમેરિકાએ લીધેલું આ પગલું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના સેફગાડ્‌ર્સ એગ્રીમેન્ટ અંતર્ગત આવે છે.

વળતા જવાબમાં અમેરિકાએ ખુલાસો કર્યાે છે કે, ટ્રમ્પ સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી સ્ટીલ અને એલ્યુમિનિયમમાં ટેરિફ વધારી છે. ભારત દ્વારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ થયેલી રજૂઆત સંદર્ભે અમેરિકાએ ૧૭ એપ્રિલે ખુલાસો કર્યાે હતો અને ભારતના દાવાને ફગાવી દીધો હતો. ટ્રમ્પ સરકારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ રજૂ કરેલા ખુલાસા મુજબ, ભારતે કલમ ૧૨.૩ અંતર્ગત ટેરિફ મામલે ચર્ચા-વિચારણાની માગણી કરી છે.

આ કલમ મુજબ ટેરિફને સેફગાર્ડ મેઝર ગણાવવામાં આવ્યું છે અને એગ્રીમેન્ટ ઓફ સેફગાડ્‌ર્સ અંતર્ગત તેનો ઉલ્લેખ થયો છે. જ્યારે ટ્રમ્પ સરકારે કલમ ૨૩૨ મુજબ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદી છે.

આ કલમની જોગવાઈ મુજબ, યુએસ પ્રમુખને રાષ્ટ્રીય સુરક્ષાને સંતુલિત રાખવા માટે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ વધારવાની જરૂરિયાત લાગી છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની કલમ ૨૩૨માં રાષ્ટ્રીય સુરક્ષાને લગતી જોગવાઈઓ છે અને આ કલમ મુજબ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડની જોગવાઈઓમાંથી રાષ્ટ્રીય સુરક્ષાને લગતી કાર્યવાહીને બાકાત રખાઈ છે.

અમેરિકાના ખુલાસામાં જણાવાયું છે કે, ટ્રેડ એક્ટ ૧૯૭૪ની જોગવાઈ અન્વયે ટેરિફ લદાયા નથી અને સેફગાર્ડ મેઝરની જોગવાઈનો તેમાં સમાવેશ થાય છે. અમેરિકા સેફગાર્ડ તરીકે અથવા ઈમરજન્સી એક્શન તરીકે ટેરિફ વધારવાનો નિર્ણય લેતું નથી. તેથી એગ્રીમેન્ટ ઓફ સેફગાડ્‌ર્સ અંતર્ગત ટેરિફ બાબતે ચર્ચા-વાટાઘાટો કરવાની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.