Western Times News

Gujarati News

ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સની એપ 1 મિલિયનથી વધુ યુસરે ડાઉનલોડ કરી

  • યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા
  • આ એપ એ નવીનતમ સર્વિસીઝ અને સોલ્યુશન્સ સાથે ગ્રાહકોને આનંદ પૂરો પાડવા માટે ટાટા એઆઈએની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન છે

મુંબઈ, ભારતની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સે (ટાટા એઆઈએ) તેની કન્ઝ્યુમર એપે 1 મિલિયન ડાઉનલોડનો આંક વટાવ્યાની જાહેરાત કરી છે.

આ સીમાચિહ્ન મોબાઇલ એપકન્ઝ્યુમર પોર્ટલવોટ્સએપ એનેબલ્ડ સર્વિસીઝ વગેરે સહિતના તેના ડિજિટલ સોલ્યુશન્સ પર ટાટા એઆઈએ ગ્રાહકોના વધી રહેલા વિશ્વાસ અને નિર્ભરતાનો વધુ એક પુરાવો છે. આ સોલ્યુશન્સ ડુ-ઇટ-યોરસેલ્ફ ફિલોસોફીને પ્રોત્સાહન આપે છે જે ટાટા એઆઈએ ગ્રાહકોને બ્રાન્ડ સાથે તેમની લાઇફ ઇન્શ્યોરન્સ સફરને મેનેજ કરવા માટે સુગમ અને સરળ માર્ગોનો અનુભવ કરવા માટે સશક્ત બનાવે છે.

 આ અલ્ટ્રામોર્ડન એપ સાથે ગ્રાહકો ગમે તે સમયે ગમે ત્યાંથી તેમની ઇન્શ્યોરન્નસ પોલિસી મેનેજ કરી શકે છે. તેમણે બ્રાન્ચની મુલાકાત લેવાની કે પોલિસી ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ કરવાની જરૂર નથી કારણ કે તેમને જે જોઈએ છે તે બધું જ તેમની આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.

 આ એપ પ્રીમિયમ પેમેન્ટ્સક્લેઇમ રિક્વેસ્ટના ટ્રેકિંગપોર્ટફોલિયો અપડેટ્સસસમ એશ્યોર્ડફંડ વેલ્યુએનએવી વગેરે સહિતની 60થી વધુ સર્વિસીઝ સાતેય દિવસચોવીસે કલાક પૂરી પાડે છે. તે ઇન્સ્ટન્ટ લોન જેવા ઉદ્યોગના સૌપ્રથમ ફીચર પણ ઓફર કરે છે જે વ્યવહારોની સરળતા વધારીને ગ્રાહકોનો અનુભવ વધાર છે. અન્ય એક સૌપ્રથમ પ્રકારના ફીચરમાં ઇન્સ્ટન્ટ કસ્ટમર સર્વિસનો સમાવેશ થાય છે જેમાં વ્યવહારો રિયલ ટાઇમમાં પૂરા થાય છે અને ગ્રાહકને તરત જ તેની જાણ કરાય છે.

 સર્વિસ આધારિત સુવિધાઓ ઉપરાંત આ એપ 12થી વધુ હેલ્થ અને વેલનેસ સર્વિસીઝ પૂરા પાડે છે જે યુઝર્સમાં સર્વાંગી સુખાકારીને પ્રોત્સાહન આપે છે. આમાં આઉટપેશન્ટ કન્સલ્ટેશન્સડાયગ્નોસ્ટિક્સ, વર્ચ્યુઅલ કે ઓનલાઇન કન્સલ્ટેશન્સઇમર્જન્સી કેરઇમોશનલ વેલનેસન્યૂટ્રીશન મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

 ટાટા એઆઈએના ચીફ ટેક્નોલોજી ઓફિસર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સૌમ્યા ઘોષે જણાવ્યું હતું કે અમે સતત નવીનતા લાવીને અને અમારી ડિજિટલ ઓફરિંગ્સ વધારીને અમારા ગ્રાહકોના અનુભવ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. 1 મિલિયનથી વધુ એપ ડાઉનલોડ સુધી પહોંચવું એ ખાલી આંકડો જ નથી. તે અમારા ગ્રાહકોની વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ સર્વિસીઝ પૂરી પાડવાની અમારી સમર્પિતતા દર્શાવે છે.

 ડિજિટાઇઝેશન પહેલ પર અમારા સતત ધ્યાન દ્વારા ટાટા એઆઈએએ એન્ડ-ટુ-એન્ડ સ્ટ્રેટ થ્રૂ પ્રોસેસિંગ (એસટીપી) સાથે તેની ઇન્સ્ટન્ટ ઇન્શ્યોરન્સ પ્રોસેસ સુધારી છે જે ઇન્ક્વાયરીને સક્ષમ તથા ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરે છે. ટાટા એઆઈએ નાણાંકીય વર્ષ 2024માં 97 ટકાના એસટીપી રેશિયો સાથે તેના ગ્રાહકોને સરળ ડિજિટલ સર્વિસીઝ સુનિશ્ચિત કરે છે.

 કંપનીની શ્રેષ્ઠ પેમેન્ટ અનુભવ પૂરા પાડવાની પ્રતિબદ્ધતા તેની એપ-ટુ-એપ નેટિવ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) ઇન્ટિગ્રેશન અને નો કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (સીવીવી) સાથેના વ્યવહારોમાં જોવા મળે છે. ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગર્વ અનુભવે છે અને આ નાણાંકીય વર્ષમાં કોઈ જ આઉટેજ ન નોંધાવા સાથે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર 100 ટકા અપટાઇમ હાંસલ કર્યો છે. આ વિશ્વસનીયતા ગમે ત્યારેગમે ત્યાં મહત્વની સર્વિસીઝની એક્સેસ ગ્રાહકો મેળવી શકે તે સુનિશ્ચિત કરે છે.

 છેલ્લા 12 મહિનામાં દર મહિને એક્ટિવ યુઝર્સની સંખ્યા દરરોજ બેગણી વધી છે અને માસિક એક્ટિવ યુઝર એન્ગેજમેન્ટ 11 ટકા રહ્યું છે. સરળતાથી ઉપયોગમાં લઈ શકાય અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવના લીધે આ એપમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પાંચ ગણો વધારો થયો છે. તેના યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે આ એપને એન્ડ્રોઇડ પર 4.7 અને આઈઓએસ પર 4.6નું ઉત્કૃષ્ટ રેટિંગ મળ્યું છે.

તેના ડિજિટલ પ્લેટફોર્મ્સના પ્રભાવશાળી 92 કસ્ટમર સટિસ્ફેક્શન સ્કોર સાથે પુરવાર થયેલો ગ્રાહક સંતોષ ટાટા એઆઈએ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહે છે. ટાટા એઆઈએ સાથે તેમની પોલિસી રિન્યૂ કરવાનું પસંદ કરતા ગ્રાહકોની ટકાવારી દર્શાવતો પર્સિસ્ટન્સી રેશિયોએ કંપનીને 13 મહિનાની પર્સિસ્ટન્સી સહિત પાંચ સમૂહો પૈકી ચાર માં ટોચની રેન્ક અપાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.