ટાટા CLiQ લક્ઝરીએ પ્રીમિયમ હોમ ફિટનેસ સ્ટોર વર્કઆઉટ સ્ટુડિયો શરૂ કરવાની સાથે એની કામગીરીનું વિસ્તરણ કર્યું
વર્કઆઉટ સ્ટુડિયો જીવનશૈલી ફિટનેસ સોલ્યુશનને સમાવતી તમામ ઓફર કરશે, જેમાં શ્રેષ્ઠ બ્રાન્ડની ઉપકરણ, હોમ જીમ એક્સેસરીઝ તથા હેલ્થ અને વેલનેસ સામગ્રી સામેલ છે ~
ભારતની પ્રીમિયર લક્ઝરી લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ ટાટા CLiQ લક્ઝરીએ પ્રીમિયમ હોમ ફિટનેસ સ્ટોર ‘વર્કઆઉટ સ્ટુડિયો’ પ્રસ્તુત કરવાની સાથે ફિટનેસ કેટેગરીમાં પ્રવેશ કર્યો છે. પ્લેટફોર્મ ઉપકરણ, હોમ જીમ એક્સેસરીઝ તથા હેલ્થ અને વેલનેસ જેવી તમામ કેટેગરીઓમાં શ્રેષ્ઠ ફિટનેસ અને વેલનેસ બ્રાન્ડ ઓફર કરીને ઉપભોક્તાની ફિટનેસ સફરમાં વિશ્વસનિય માર્ગદર્શન પૂરું પાડશે.
મહામારી પછી અત્યાર સુધી આરોગ્ય અને વેલનેસ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત થયું છે અને લોકો વધુને વધુ ઘરે વર્ક આઉટ કરવાનું પસંદ કરે છે. અત્યારે ધનિક ઉપભોક્તા સંપૂર્ણપણે જીવનશૈલી ફિટનેસ સોલ્યુશ પ્રદાન કરે એવા વિકલ્પો ઇચ્છે છે. ઉપભોક્તાની આ ઇચ્છાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મે આ પ્રીમિયમ ફિટનેસ સ્ટોર ઉપકરણ, ગીઆર, હેલ્થ અને વેલનેસમાંથી ફિટનેસ સોલ્યુશન્સની વિસ્તૃત રેન્જ ઓફર કરશે. આ સ્ટોરનો ઉદ્દેશ ગ્રાહકોને શ્રેષ્ઠ વેલનેસ સેવર મેળવવામાં અને જીવનમાં બિનજરૂરી દોડધામ ઘટાડતા વિકલ્પો અપનાવવામાં મદદ કરીને પ્રેરિત અને જાગૃત કરવાનો છે.
પ્લેટફોર્મ વિવિધ સ્પેશ્યલાઇઝ કેટેગરીઓમાં વિવિધ પ્રકારની બ્રાન્ડમાંથી હાઇ-ટેક અને હાઇ-પર્ફોર્મન્સ પ્રીમિયમ ફિટનેસ ઉત્પાદનોની પસંદગીની સરળ સુલભતા ઓફર કરે છે. ઉપરાંત આ ઉપકરણ અને રુટિન સાથે સંબંધિત વિસ્તૃત માહિતી તેમજ ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ પણ પ્રદાન કરશે.
મશીન અને ઉપકરણ કેટેગરીમાં પ્રોડક્ટ કેટાલોગમાં ટ્રેડમિલ, એલિપ્ટિકલ મશીન, એક્સરસાઇઝ બાઇક અને રોઇંગ મશીનો સામેલ છે. હોમ જીમ એક્સેસરીઝ સેક્શનમાં એવા ઉત્પાદનો સામેલ હશે, જે રેસિસ્ટન્સ બેન્ડ, બોર્ડ અને પેડ, એલીવેશન ટ્રેનિંગ માસ્ક, ડમ્બબેલ, એક્સરસાઇઝ બોલ અને મેટ જેવા એક્સરસાઇઝ રુટિનને વધારવામાં મદદરૂપ થશે.
હેલ્થ અને વેલનેસ વિભાગમાં સ્ટોર મસાજર્સ, ફોમ રોલર્સ, બ્રાસ અને સપોર્ટ વગેરે ઓફર કરશે. આ તમામ ઉત્પાદનો કલ્ટ, ફ્લેક્સનેસ્ટ, કોશ યોગ, નોર્ડિક ટાસ્ક, ઓક્ટેન, શક્તિ વોરિયર, ટ્રુ અને વોટ્ટબાઇક જેવી બ્રાન્ડમાંથી કુશળતાપૂર્વક બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગ્રાહકો એક્ટિવવેર માટે ખરીદી પણ કરી શકે છે.
આ લોંચ પર ટિપ્પણી કરતાં ટાટા CLiQ લક્ઝરીના બિઝનેસ હેડ ગીતાંજલી સક્સેનાએ કહ્યું હતું કે, “અમને ટાટા CLiQ લક્ઝરી પર વર્કઆઉટ સ્ટુડિયો, પ્રીમિયમ હોમ ફિટનેસ સ્ટોર શરૂ કરીને ફિટનેસ કેટેગરીમાં પ્રવેશ કરવાની ખુશી છે.
આરોગ્ય અને ફિટનેસ પર ભાર વધી રહ્યો છે તથા ધનિક ઉપભોક્તાઓ આ જરૂરિયાતો સમજવા અને પૂરી કરવા સતત વધારે વિકલ્પો મેળવવા આતુર છે. ઓમ્નિ-ચેનલ, બ્રાન્ડ-ફોરવર્ડ પ્લેટફોર્મ તરીકે અમારો ઉદ્દેશ જરૂરી માહિતી અને ઉત્પાદનો સાથે ઉપભોક્તાઓને સજ્જ કરવાનો છે,
જેથી તેમને તેમની વેલનેસ જીવનશૈલીની સફરમાં શ્રેષ્ઠ સેવાઓ મેળવવામાં મદદ મળશે. અમે અમારા ઉપભોક્તાઓની નાડ પારખીએ છીએ એટલે અમે સર્વાંગી ફિટનેસ સોલ્યુશન્સ ઓફર કરવા આ સ્ટોર શરૂ કર્યો છે, જેમાં ઉપકરણ, ગીઅર, હેલ્થ અને વેલનેસ તથા એક્ટિવવેર સામેલ છે. પરિણામે તેમની ફિટનેસની તમામ જરૂરિયાતો માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનશે.”
ટાટા CLiQ લક્ઝરી પ્લેટફોર્મ પર ખરીદીની સાથે ઉપભોક્તાની સફરને સતત શ્રેષ્ઠ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે. એડિટોરિયલ-સંચાલિત ફિટનેસ સ્ટોર ઉપભોક્તાને જાણકારી આપવા અને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે વિવિધ પ્રકારની સામગ્રી મારફતે ઘરે વર્કઆઉટ કરવા સંપૂર્ણ માર્ગદર્શન આપશે. પ્લેટફોર્મ તેમની જરૂરિયાતો અને આવશ્યકતાઓ સમજીને ઉચ્ચ સ્તરીય ઉપકરણની ખરીદી કરવા ઇચ્છતાં ગ્રાહકોને મદદ કરવા સમર્પિત રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમ પણ ધરાવશે. પરિણામે ગ્રાહકને ખાતરી મળે છે કે, તેમની ખરીદી ફિટનેસ લક્ષ્યાંકો સાથે સુસંગત છે.