ટાટા કમ્યુનિકેશન્સનો ઉદ્દેશ વર્ષ 2024 સુધી 50 લાખ મહિલાઓને પગભર કરવાનો છે
ધ બેટર ઇન્ડિયા સાથે જોડાણમાં ‘સ્કૂલ ઓફ હોપ એન્ડ એમ્પાવરમેન્ટ’ પ્રોજેક્ટનો બીજો તબક્કો શરૂ કર્યો; બિહાર અને ઓડિશા રાજ્યોમાં કામગીરી વધારી
મુંબઈ, વૈશ્વિક સ્તરે ડિજિટલ ઇકોસિસ્ટમને સક્ષમ બનાવતી ટાટા કમ્યુનિકેશન્સે આજે એના ‘સ્કૂલ ઓફ હોપ એન્ડ એમ્પાવરમેન્ટ’ (એસ.એચ.ઇ.) પ્રોજેક્ટના બીજા તબક્કાની શરૂઆત કરી છે. તેનો આશય ભારતમાં બિહાર અને ઓડિશાના રાજ્યોમાં વર્ષ 2024 સુધી 50 લાખ મહિલાઓને ઉદ્યોગસાહસિકતાનાં શિક્ષણ અને વ્યવસાય અંગે માર્ગદર્શન આપવાનો છે.
પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મહિલાઓને જાણકારી આપતી શ્રેણી મારફતે મહિલાઓને પ્રોત્સાહન આપે છે તથા સ્વતંત્રપણે વ્યવસાય સ્થાપિત કરવા અને તેનું મેનેજમેન્ટ કરવા પર્યાપ્ત જાણકારી અને કૌશલ્યો વિશે જાણકારી આપીને તેમને સક્ષમ બનાવે છે, જેથી તમામ મહિલાઓને ગુણવત્તાયુક્ત ઉપયોગી જાણકારી પ્રાપ્ત થાય છે.
ટાટા કમ્યુનિકેશન્સની ચીફ હ્યુમન રિસોર્સીસ ઓફિસર આદેશ ગોયલે કહ્યું હતું કે, “સ્કૂલ ઓફ હોપ એન્ડ એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઝારખંડમાં મહિલાઓને સક્ષમ બનાવે છે અને તેમને તેમના પરિવાર અને સમુદાયમાં મોખરાની ભૂમિકા ભજવવા સક્ષમ બનાવે છે.
બીજા તબક્કામાં અમે હવે ભારતમાં બિહાર અને ઓડિશાના રાજ્યોમાં મહિલાઓને મદદ કરવા આ પ્રોજેક્ટને 10X એટલે કે 10 ગણી વધારે કામગીરી સાથે શરૂ કરી રહ્યાં છીએ. આ પ્રોજેક્ટ મારફતે અમે સ્વ-સક્ષમ શિક્ષણ મોડ્યુલ્સ, સ્થાનિક ટેકારૂપ ઇકોસિસ્ટમ અને માઇક્રો સમુદાયોની સુલભતા વધારીને ગ્રામીણ અને મહિલા વિકાસની અસમાનતા દૂર કરવામાં સેતુરૂપ બનીશું.”
આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2021 યુનેસ્કો વર્લ્ડ કોન્ફરન્સમાં શરૂ થયો હતો, જેણે એના લક્ષ્યાંકથી વધારે સારી કામગીરી કરી છે અને 3 વર્ષનો નિર્ધારિત ગાળો પૂર્ણ થયા અગાઉ ફક્ત 1 વર્ષમાં ઝારખંડ રાજ્યમાં 1 મિલિયનથી વધારે મહિલાઓને ઉદ્યોગસાહસિકતાનું શિક્ષણ આપ્યું હતું.
આ પ્રોજેક્ટ થકી સશક્ત થયેલી મહિલાઓ સાહસ અને આત્મવિશ્વાસનું, માળખાગત અવરોધો સફળતાપૂર્વક ઝીલવાનું પ્રતીક છે, જેમાં લૈંગિક પ્રથાઓ, કૌટુંબિક જવાબદારીઓ, નાણાકીય મર્યાદાઓ, સામાજિક દબાણો સામેલ છે.
એક મલ્ટિ-મીડિયા, બહુ-હિતધારકોને અસર કરતી સંચારલક્ષી પહેલ તરીકે આ પ્રોજેક્ટ ટાટા કમ્યુનિકેશન્સ અને ધ બેટર ઇન્ડિયા વચ્ચે જોડાણમાં બનાવવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ ભારતના ગ્રામીણ વિસ્તારોમાંથી મહિલાઓને ટેકો આપવાનો અને જાગૃતિ કે શિક્ષિત કરવાનો છે.
ટાટા કમ્યુનિકેશન્સ સસ્ટેઇન્બ્લ ડેવલપમેન્ટ રિપોર્ટ 2022માં જણાવ્યા મુજબ, જ્યારે આપણે આપણા પર્યાવરણલક્ષી, સામાજિક અને વહીવટી (ઇએસજી) પ્રવૃત્તિઓ અસરકારક રીતે હાથ ધરીએ છીએ તથા આ કામગીરીની નીતિ અને રીતો સંયુક્ત રાષ્ટ્ર સતત વિકાસ લક્ષ્યાંકો (યુએન એસડીજી) સાથે સુસંગત હોય છે, ત્યારે સકારાત્મક પરિણામો મેળવવા શક્ય છે અને એના આધારે સસ્ટેઇનેબિલિટી ઊભી થાય છે.
ધ સ્કૂલ ઓફ હોપ એન્ડ એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ યુએન એસડીજી નંબર 5 (લિંગ સમાનતા) અને નંબર 8 (આર્થિક વૃદ્ધિ) સાથે સુસંગત છે. આ યુવાનો અને ગ્રામીણ સમુદાયો (ખાસ કરીને મહિલાઓ)ને રોજગારલક્ષી, ઉદ્યોગસાહસિકતા અને જીવન કૌશલ્યલક્ષી તાલીમો દ્વારા આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનાવે છે, જે સંસાધનો, નવી ટેકનોલોજી અને નાણાકીય સેવાઓની સુલભતા વધારે છે, જેથી તેમને અર્થતંત્રમાં સક્રિય પ્રદાન કરવા ટેકો મળે છે.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની સફળતાની ઉજવણી કરવા અને તેને બિરદાવવા બંને પાર્ટનરે વાસ્તવિક મહિલા ઉદ્યોગસાહસિકોની સ્ટોરીઓ દર્શાવતી એજ્યુકેશન વીડિયો સીરિઝ જાહેર કરી છે. આ પ્રકારની એક સ્ટોરી કલાવતી કુમારીની છે. તેઓ ઝારખંડના સિમ્ડેગા જિલ્લામાં કુરુમ્ડેગી ગામના રહેવાસી છે.
પ્રોજેક્ટના લાભાર્થી કલાવતીએ ફ્લોર મિલ સ્થાપિત કરવા બિઝનેસ ગ્રાન્ટ મેળવી હતી, જેમાંથી અત્યારે તેઓ પોતાના ફંડનું મેનેજમેન્ટ કરે છે. તેમણે તેમના ગ્રાહકો સાથે સંબંધો સ્થાપિત કર્યા છે અને તેને વિકસાવ્યાં પણ છે તથા ફ્લોર મિલ ઓપરેટ કરે છે.
કલાવતીએ કહ્યું હતું કે, “કાર્યશાળામાં હિસાબ રાખવા, ગ્રાહક સંબંધોનું મેનેજમેન્ટ કરવા, ખર્ચ પર નજર રાખવા અને બચતનું મહત્વ સમજાવવા જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી હતી.”