Western Times News

Gujarati News

ટાટા ૭૨૫ કરોડમાં ફોર્ડનો સાણંદનો પ્લાન્ટ ખરીદશે

ટાટા મોટર્સ અને ફોર્ડે યુટીએ પર હસ્તાક્ષર કર્યા

(એજન્સી)અમદાવાદ, ટાટા મોટર્સ લિમિટેડની પેટા કંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (ટીપીઈએમએલ) અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (એફઆઈપીએલ)એ આજ રોજ યુનિટ ટ્રાન્સફર એગ્રિમેન્ટ (યુટીએ) પર હસ્તાક્ષર કર્યા છે.

સાણંદ સ્થિત ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સંપાદન માટે કરવામાં આવેલા આ કરારમાં સમગ્ર જમીન અને ઈમારતો, ત્યાં રહેલી મશીનરી અને સાધનો સાથેના વાહન ઉત્પાદન પ્લાન્ટનો સમાવેશ થાય છે. સાથે જ સાણંદ ખાતે એફઆઈપીએલની વાહન ઉત્પાદન માટેની કામગીરીમાં સામેલ તમામ યોગ્ય કર્મચારીઓની ટ્રાન્સફર તથા કુલ વિચારણા માટે ટેક્સ સિવાય ૭૨૫.૭ કરોડ રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.

એફઆઈપીએલપરસ્પર સંમતિ અંગેની શરતોના આધાર પર ટીપીઈએમએલ પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જમીન અને ઈમારતો ભાડેથી પરત લઈને પોતાની પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું સંચાલન યથાવત રાખશે.
ઉપરાંત ટીપીઈએમએલએ એફઆઈપીએલની આ પ્રકારની કામગીરી બંધ કરવાની સ્થિતિમાં તેના પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના લાયક કર્મચારીઓને રોજગારી ઓફર કરવા માટે પણ સહમતી દર્શાવી છે.

ટ્રાન્ઝેક્નશ બંધ કરવું એ સરકારી સત્તાધીશો પાસેથી સંબંધિત મંજૂરીઓની પ્રાપ્તિ તથા શરતોની પરિપૂર્ણતાને આધીન રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રાન્ઝેક્શન માટે ગત તા. ૩૦ મે ૨૦૨૨ના રોજ ગુજરાત સરકાર, ટીપીઈએમએલઅને એફઆઈપીએલ વચ્ચે એક ત્રિપક્ષીય એમઓયુ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.