ટાટા મોટર્સે અલ્ટ્રોઝ iCNG બજારમાં મુકીને CNG માર્કેટમાં હલચલ મચાવી
પ્રિમીયમ હેચ હવે એડવાન્સ ફીચર્સ સાથે આવે છે અને ભારતની સૌપ્રથમ ટ્વીન સિલીંડર CNG ટેકનોલોજી ધરાવતી બની છે જેણે બૂટ સ્પેસમાં કોઇ સમાધાન કર્યુ નથી
અમદાવાદ, ભારતની અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદક ટાટા મોટર્સએ આજે અલ્ટ્રોઝ iCNG લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે જે ભારતની સૌપ્રથમ ટ્વીન સિલીડંર CNG ટેકનોલોજીથી સજ્જ છે જેની પ્રારંભિક કિંમત રૂ.7.55લાખ (ભારતભરમાં, એક્સઃશોરૂમ).
ગ્રાહકોની જરૂરિયાત વિશે ઊંડી સમજણ ધરાવતી, ટાટા મોટર્સએ ઉદ્યોગમાં સૌપ્રથમ વખત CNG ટેકનોલોજી ધરાવતી, અલ્ટ્રોઝ iCNG વિકસાવી છે જેણે બૂટ સ્પેસમાં કોઇ સમાધાન કર્યુ નથી અને શ્રેષ્ઠતમ ફીચર્સ સાથે આવે છે, જે ગ્રાહકો પ્રિમીયમ હેચબેકના તમામ પ્રકારો આરામ અને લક્ઝરીનો આનંદ ઉઠાવે તેની ખાતરી રાખે છે.
અલ્ટ્રોઝ iCNG એડવાન્સ ફીચર્સ જેમ કે વોઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરુફ, વાયરલેસ ચાર્જર અને એર પ્યોરિફાયર જેવા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે. ટિયાગો અને ટિગોર iCNGમાં મળેલી સફળતા બાદ, અલ્ટ્રોઝ iCNGફક્ત પર્સોનલ સેગમેન્ટમાં જ ત્રીજી CNG ઓફરિંગ છે. યુવાન કાર ગ્રાહકો માટે CNGને એક સ્વસ્થ દરખાસ્ત બનાવતા કંપનીએ અલ્ટ્રોજ iCNGની વિશિષ્ટ લાક્ષણિકતાઓને જણાવવા માટે OMG! It’s CNGકેમ્પેનની રચના કરી છે.
આ લોન્ચ પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમીટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલીટી લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શૈલેષ ચંદ્રાએ (Shailesh Chandra, Managing Director, Tata Motors Passenger Vehicles) જણાવ્યું હતુ કે:“ગ્રાહકો વધુને વધુ કરકસરતાના તેમજ ઇકો-ફ્રેંન્ડલી ઝૂંબેશના ઇરાદા સાથે વૈકલ્પિક ઇંધણ વિકલ્પને પસંદ કરી રહ્યા છે.
એક ઇંધણ તરીકે CNG તેની બહોળી ઉપલબ્ધતા અને ઍક્સેસિબીલીટી સાથે ભારે સ્વીકાર્યતા પ્રાપ્ત કરી છે. જોકે, CNG સ્વીકારવાનો અર્થ મહત્ત્વાંકાંક્ષીય ફીચર્સ સાથે સમાધાન કરવું અને નોંધપાત્ર બૂટ સ્પેસ જતી કરવી તેવો થાય છે. જાન્યુઆરી 2022માં અમે ફક્ત ટિયાગો અને ટિગોરમાં એડવાન્સ્ડ iCNG ટેકનોલોજી લોન્ચ કરીને સમાધાન કર્યુ હતુ જેમાં ચડીયાતુ પ્રદર્શન અને ટોપ એન્ડ ફીચર્સ ઓફર કરવામાં આવ્યા હતા.
આજે, અમે ઉદ્યોગમાં સૌપ્રથમ વખત અલ્ટ્રોઝiCNG લોન્ચ કરતા ખુશી અનુભવીએ છીએ જે બૂટ સ્પેસની મોટી ચિંતા પર ધ્યાન કેન્દ્રિત કરીને CNG માર્કેટને પુનઃવ્યાખ્યાયિત રહેશે.
“અલ્ટ્રોઝ iCNG એ ગ્રાહકોની જરૂરિયાતની સમજણ અને અમારી એન્જિનીયરીંગ કુશળતાનું પ્રમાણ છે. ટ્વીન સિલીંડર CNG ટેકનોલોજી અને એડવાન્સ ફીચરની સિદ્ધિ સાથે અમે વધુને વધુ પર્સોનલ સેગમેન્ટ ગ્રાહકો આ વિકલ્પને દ્રઢપણે વિચારણામાં લેશે તેવી આશા રાખીએ છીએ.
અમારી મલ્ટી-પવરટ્રેઇન વ્યૂહરચના સાથે, અલ્ટ્રોઝ પોર્ટફોલિયો હેઠળ આજે પેટ્રોલ, ડીઝલ, iટર્બો અને હવે iCNG ઓફર કરવામાં આવે છે અને અમે ગ્રાહકોને પસંદગી કરવાના ઘણા વિકલ્પો આપીએ છીએ. અલ્ટ્રોઝ iCNG અમારી વિસ્તરતી ન્યુ ફોરએવર રેન્જને ટેકો આપશે અને પેસેન્જર કારમાં અમારી વૃદ્ધિ ગતિને ટકાવી રાખવાનું ચાલુ રાખશે.”
અલ્ટ્રોઝ iCNG છ વેરિયાંટ્સ જેમ કે XE, XM+, XM+(S), XZ, XZ+(S) અને XZ+O(S)માં ઓફર કરવામાં આવે છે અને તે ચાર કલર્સ જેમ કે ઓપેરા બ્લ્યુ, ડાઉનટાઉન રેડ, આર્કેટ ગ્રે અને એવન્યુ વ્હાઇટમાં ઉપલબ્ધ છે. અલ્ટ્રોઝ iCNG માલિકીપણાના કુલ ખર્ચમાં ખર્ચમાં ઘટાડો કરે છે કેમ તે તેમાં 3 વર્ષો / 100000 કિમી સુધીની વોરંટીનો સમાવેશ થાય છે.