Western Times News

Gujarati News

ટાટા પાવરે ઉત્તરપ્રદેશમાં 100 MW સોલર પીવી પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક કાર્યરત કર્યા

પ્રયાગરાજ અને બાંદામાં 50 મેગાવોટ – 50 મેગાવોટના સૌર પ્રોજેક્ટ દર વર્ષે 221.26 મિલિયન યુનિટ પેદા કરશે એવી અપેક્ષા~

ટાટા પાવરની 100 ટકા પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)એ આજે ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ અને બાંદામાં 50 મેગાવોટ-50 મેગાવોટના બે સૌર ઊર્જા પ્રોજેક્ટ શરૂ કર્યાની જાહેરાત કરી હતી. Tata Power: Arm commissioned 100 MW solar projects in Uttar Pradesh Plants are expected to generate 221.26 m units annually

આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ ટીપીઆરઇએલ દ્વારા કોવિડ પડકારો વચ્ચે પણ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ પ્લાન્ટ્સ વર્ષે 221.26 મિલિયન યુનિટથી વધારે પેદા કરશે એવી અપેક્ષા છે.

પ્રયાગરાજમાં પ્રોજેક્ટમાં અંદાજે 1,59,600 મોડ્યુલ્સનો ઉપયોગ થયો હતો અને ઇન્સ્ટોલેશનથી દર વર્ષે 91,137 લાખ ટન કાર્બનનું ઉત્સર્જન ઘટશે એવી અપેક્ષા છે. પ્રોજેક્ટમાં સરળ અમલીકરણ માટે 16 ઇન્વર્ટર્સ, 103.25 કિલોમીટર ડીસી કેબલનું ઇન્સ્ટોલેશન અને 4,87,080 માનવકલાકોનો ઉપયોગ થયો હતો.

એ જ રીતે બાંદામાં 236 એકર જમીન પર 1,67,440 મોડ્યુલ્સનો ઉપયોગ થયો હતો, જેમાં 16 ઇન્વર્ટર્સ સાથે 3,35,000 માનવીય કલાકોનો ઉપયોગ થયો હતો. પ્રયાગરાજ અને બાંદામાં પ્લાન્ટ્સ દર વર્ષે 1,77,037 લાખ ટન કાર્બનનું ઉત્સર્જન ઘટાડશે એવી અપેક્ષા છે.

આ સીમાચિહ્નરૂપ સફળતા પર ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને બાંદામાં સોલર પીવી પ્રોજેક્ટ્સની શરૂઆતથી અમારી અગ્રણી રિન્યૂએબલ એનર્જી કંપની તરીકેની પોઝિશન મજબૂત થઈ છે તથા અમે દેશની સસ્ટેઇનેબલ ઊર્જાની વૃદ્ધિમાં પ્રદાન કરવાનું જાળવી રાખીશું.”

ઉદ્યોગને કોવિડ-19ના વિવિધ પડકારોનો સામનો કરવો પડ્યો હોવા છતાં ટાટા પાવરની ઇપીસી કંપની ટાટા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડે ટીપીઆરઇએલ દ્વારા પ્રોજેક્ટના ઉત્કૃષ્ટ અમલીકરણ અનુભવ અને ક્ષમતાને બળે નિર્ધારિત સમયમર્યાદાની અંદર પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

આ બંને પ્રોજેક્ટ માટે વીજ ખરીદી સમજૂતી (પીપીએ) ટીપીઆરઇએલ અને ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (યુપીપીસીએલ), લખનૌ વચ્ચે થઈ ગયા છે.

100 મેગાવોટના ઉમેરા સાથે ટાટા પાવર માટે રિન્યૂએબલ્સ ક્ષમતા 3055 મેગાવોટ થઈ છે, જેમાં 2123 મેગાવોટ સૌર અને 932 મેગાવોટ પવન ઊર્જા હશે. ટાટા પાવરની કુલ રિન્યૂએબલ ક્ષમતા 4909 મેગાવોટ છે, જેમાં વધુ 1854 મેગાવોટના રિન્યૂએબલ પ્રોજેક્ટ્સ અમલીકરણના વિવિધ તબક્કાઓમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.