ટાટા પાવરની અગત્યની મીટિંગ: ઉર્જા ક્ષેત્રના પડકારો અને ભવિષ્યની વ્યૂહરચનાઓ પર મંથન

ટાટા પાવર મુંદ્રાએ ગ્રીડની વિશ્વસનીયતા અને વીજ સહકાર વધારવા માટે વેસ્ટર્ન રિજનની ઓસીસી મીટિંગનું આયોજન કર્યું
ગુજરાત, 27 માર્ચ, 2025 – ટાટા પાવરે તેના મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન ખાતે ઓપરેશન કોઓર્ડિનેશન કમિટિ (ઓસીસી) ની મીટિંગનું આયોજન કર્યું હતું જેમાં ગ્રીડ વિશ્વસનીયતા મજબૂત કરવા, વીજ ક્ષેત્રે સહકાર વધારવા અને ઉદ્યોગના નિર્ણાયક પડકારોને નાથવા માટે વીજ ક્ષેત્રના અગ્રણી હિતધારકો એકસાથે આવ્યા હતા.
ગ્રીડની કામગીરી, વીજ ઉપલબ્ધતા, સિસ્ટમ સ્થિરતા, મેઇન્ટેનન્સ શિડ્યુલ અને પ્રાદેશિક સ્તરના અન્ય ગ્રીડના મુદ્દાની ચર્ચા કરવા તથા વિચાર-વિમર્શ માટે વિવિધ હિતધારકો સાથે ઓપરેશન કોઓર્ડિનેશન કમિટિની મીટિંગ નિયમિતપણે યોજાતી હોય છે.
આ મીટિંગ ટાટા પાવરના મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન ખાતે યોજાઈ હતી જેમાં વેસ્ટર્ન રિજનલ પાવર કમિટિ (ડબ્લ્યુઆરપીસી), વેસ્ટર્ન રિજનલ લૉડ ડિસ્પેચ સેન્ટર (ડબ્લ્યુઆરએલડીસી)ના વરિષ્ઠ અધિકારીઓ, એસએલડીસી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગોવાના વરિષ્ઠ અધિકારીઓ, જાહેર ક્ષેત્રની/રાજ્યની/ખાનગી ક્ષેત્રની ટ્રાન્સમિશન કંપનીઓના અધિકારીઓ, એનટીપીસી, અદાણી, જેએસડબ્લ્યુ જેવી જાહેર/ખાનગી ક્ષેત્રની જનરેટિંગ કંપનીઓ તથા વીજ ક્ષેત્રની અગ્રણી કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હિતધારકો ડબ્લ્યુઆરપીસીના મેમ્બર સેક્રેટરીના ચેરમેનપદ હેઠળની ભારતની એનર્જી ઇકોસિસ્ટમને મજબૂત બનાવા માટેની વ્યૂહરચનાઓ ઘડવા તથા ઉદ્યોગના મહત્વના પડકારો પર વિચાર-મંથન કરવા માટે એકત્રિત થયા હતા.
મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન (એમટીપીએસ) દેશની સરેરાશ 2 ટકા જેટલી, વેસ્ટર્ન રિજનની સરેરાશ માંગના 5 ટકા જેટલી, ગુજરાતની સરેરાશ માંગના 10 ટકા જેટલી અને મહારાષ્ટ્રની સરેરાશ માંગની 3 ટકા જેટલી વીજ માંગને પૂરી કરે છે. ઉનાળાના લીધે માંગમાં તીવ્ર વધારો થતો હોવાથી એમટીપીએસ ગ્રીડની સ્થિરતા અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.
સેક્શન 11ના વિસ્તરણ સાથે હવે એ સ્પષ્ટ છે કે વીજ માંગ વધી રહી છે અને મહત્વના જનરેશન યુનિટ્સની કામગીરી સતત ચાલુ રહે તે જરૂરી છે. આ વિસ્તરણ સ્થિર વીજ પુરવઠાની વધી રહેલી જરૂરિયાતની પુનઃપુષ્ટિ કરે છે. સમગ્ર રાજ્યમાં વધેલી વીજ માંગને સંતોષવા, વીજળીની અછત અટકાવવા અને આ મહત્વપૂર્ણ સમયગાળામાં ગ્રીડની સ્થિરતાને ટેકો આપવા માટે ટાટા પાવર મુંદ્રાનું સતત ઉત્પાદન તથા વિશ્વસનીયતા ખૂબ મહત્વના છે.
આ આંતરદ્રષ્ટિપૂર્ણ ચર્ચાઓ પૂરી થયા બાદ પ્રતિનિધિઓને પ્લાન્ટની અત્યાધુનિક સુવિધાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા જેનાથી તેમને મહત્વની કામગીરીઓ અંગે ઊંડી સમજ મળી હતી.
પ્લાન્ટની અત્યાધુનિક ટેક્નોલોજીઓ અને કાર્યક્ષમતા સંચાલિત પ્રક્રિયાઓ દર્શાવવામાં આવી તે આ મીટિંગનું એક વિશિષ્ટ પાસું હતું. મીટિંગમાં હાજર રહેલા પ્રતિનિધિઓને ટાટા પાવરની નિષ્ણાંત ઓપરેશન્સ ટીમના માર્ગદર્શન હેઠળ મુંદ્રા પ્લાન્ટની ખાસ ટુર કરાવવામાં આવી હતી. પ્લાન્ટની કામગીરીનું મુખ્ય કેન્દ્ર મનાતા અત્યાધુનિક મેઇન કંટ્રોલ રૂમ (એમસીઆર)ની મુલાકાતથી પ્રતિનિધિઓને પ્લાન્ટની રિયલ-ટાઇમ મોનિટરિંગ ક્ષમતાઓ, ઓટોમેશન અને ઓપરેશનલ કાર્યક્ષમતા તથા વિશ્વસનીયતા અંગે તેના પરિવર્તનકારી અભિગમ અંગે ઊંડી સમજ મળી હતી.
વીજ ઉત્પાદનમાં આધુનિક ડિજિટલ સિસ્ટમ્સ અને શ્રેષ્ઠ પદ્ધતિઓના પ્લાન્ટે કરેલા અમલીકરણની પ્રતિનિધિઓએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને અવિરત ગ્રીડ સ્થિરતા સુનિશ્ચિત કરવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
સહયોગ અને નવીનતા પર ભાર મૂકવા સાથે ટાટા પાવર ઊર્જા ક્ષેત્રના મોખરે રહે છે અને ટકાઉપણાને ઓપરેશનલ ઉત્કૃષ્ટતા સાથે સરળ રીતે ભેળવે છે. ઓસીસી મીટિંગ ભારતમાં બદલાતી જતી ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મજબૂત અને ભવિષ્યલક્ષી પાવર ઇકોસિસ્ટમ ઊભી કરવામાં ટાટા પાવરના સમર્પણને દર્શાવે છે.