ટાટા પાવરે 1.5 લાખથી વધુ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન્સ અને 3 ગિગાવોટ ક્ષમતા સાથે મોટી સિદ્ધિ મેળવી

Presentation Image
1. 10 વર્ષથી બ્રિજ ટુ ઇન્ડિયા (BTI) દ્વારા સતત નંબર પહેલા ક્રમની રૂફટોપ સોલાર ઇન્સ્ટોલર
2. તેની ‘ઘર ઘર સોલાર‘ પહેલ દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના (PMSGY) હેઠળ મોટા પાયે સોલર અપનાવવાને આગળ વધારે છે
3. તમિલનાડુમાં ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડની અત્યાધુનિક ફેસિલિટી ખાતે ઉત્પાદિત એએલએમએમ–સર્ટિફાઇડ સોલાર પેનલ્સ સાથે PMSGY ને સશક્ત બનાવે છે
4. ગ્રાહકોને સરળ ફાઇનાન્સિંગ વિકલ્પો અને 25 વર્ષની વોરંટી સાથે આવતા ઉચ્ચ-ગુણવત્તાવાળા મોડ્યુલ્સ પૂરા પાડે છે
Mumbai, 20 માર્ચ, 2025 – ટાટા પાવરે ભારતભરમાં 1,50,000 રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનનો આંકડો વટાવ્યો છે અને આ રીતે દેશના નંબર 1 રૂફટોપ સોલાર પ્રોવાઇડર તરીકે તેની લીડરશિપને વધુ મજબૂત બનાવી છે. દેશભરમાં તેના રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનની કુલ ક્ષમતા હવે ૩ ગિગાવોટની આસપાસ પહોંચી ગઈ છે, જે ભારતના રિન્યૂએબલ એનર્જી પરિવર્તનમાં કંપનીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે. Tata Power Marks Major Milestone with 1.5 Lakh+ Rooftop Solar Installations, 3 GW Capacity; Expands Footprint across 700+ Cities
ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) નો ભાગ એવી ટાટા પાવર સોલાર રૂફટોપ 700થી વધુ શહેરોમાં મજબૂત હાજરી ધરાવે છે અને ભારતના ટકાઉ, ઊર્જા-કાર્યક્ષમ ભવિષ્ય તરફના સંક્રમણમાં મોખરે છે. Tata Power Solaroof તરીકે માર્કેટિંગ કરાયેલી ટાટા પાવર સોલાર રૂફટોપ અનેક ફાયદા ધરાવે છે, જેમાં વીજળી બિલમાં 80 ટકા ઘટાડો, સૌર મોડ્યુલ્સ પર 25 વર્ષની વોરંટી અને 4-7 વર્ષનો પેબેક પિરિયડ (વળતર સમયગાળો) સમાવિષ્ટ છે. આ સિસ્ટમ વીજળીના દરમાં વાર્ષિક વધારા સામે રક્ષણ આપે છે, જે સામાન્ય રીતે 3-5 ટકા સુધી હોય છે. વધુમાં, કંપની તેની તમિલનાડુ ફેક્ટરીમાં એએલએમએમ દ્વારા મંજૂરી પ્રાપ્ત સોલાર પેનલ્સનું ઉત્પાદન કરી રહી છે.
ટાટા પાવર જાહેર ક્ષેત્રની અને ખાનગી બેંકો સહિત 20થી વધુ નાણાંકીય ભાગીદારો દ્વારા ફ્લેક્સિબલ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પણ પ્રદાન કરે છે, જે સૌર ઊર્જા અપનાવવાને બધા માટે સુલભ અને સસ્તું બનાવે છે. કંપની પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના જેવી વિવિધ પહેલ હેઠળ અને તેના મુખ્ય ‘ઘર ઘર સોલાર’ અભિયાન દ્વારા સૌર ઊર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવાના સરકારના મિશનને સમર્થન આપવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ સોલાર રૂફટોપ સોલ્યુશન્સ ઓફર કરીને, કંપની ભારતના ઊર્જા સુરક્ષા અને ટકાઉપણાના મોટા ધ્યેયમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે.
કંપનીની સમગ્ર ભારતમાં હાજરી 300થી શહેરોમાં 575થી વધુ ચેનલ પાર્ટનર્સના મજબૂત નેટવર્ક દ્વારા સંચાલિત છે, જે 400થી વધુ શહેરોમાં 225થી વધુ ઓથોરાઇઝ્ડ સર્વિસ પાર્ટનર્સ દ્વારા સમર્થિત છે, જે સરળ સર્વિસ અને સપોર્ટ સુનિશ્ચિત કરે છે. રેસિડેન્શિયલ સેક્ટરમાં 1,22,000થી વધુ ગ્રાહકો સહિત 1,50,000થી વધુ સંતુષ્ટ ગ્રાહકોના વધતા ગ્રાહક આધાર સાથે કંપનીએ પોતાને ઘરમાલિકો, વ્યવસાયો અને ઉદ્યોગો માટે પસંદગીના સૌર ભાગીદાર તરીકે સ્થાપિત કરી છે.
સમગ્ર વર્ષ દરમિયાન ટાટા પાવર સોલારરૂફે તેના કેમ્પેઇન્સ દ્વારા ભારતમાં રૂફટોપ સોલાર પ્રત્યે જાગૃતિ ફેલાવી છે અને કુંભ તથા છઠ પૂજા જેવા પ્રસંગોનો ઉપયોગ નાગરિકોને સૌર ઊર્જા અપનાવવા જણાવીને સૂર્યની શક્તિને સ્વીકારવા માટે આહવાન કર્યું છે. કંપનીએ જાન્યુઆરી 2025માં મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન તેનું નવીનતમ અભિયાન ‘આપકી છત, આપકી તક’ પણ રજૂ કર્યું હતું અને ઘરમાલિકોને સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે રૂફટોપને ફરીથી ગોઠવીને અને તેમના રૂફટોપને સમૃદ્ધિ અને વ્યક્તિગત વિકાસના સ્ત્રોતમાં રૂપાંતરિત કરીને સૌર ઊર્જાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ટાટા પાવર સોલાર રૂફટોપ આ સીમાચિહ્નની ઊજવણી કરે છે. તે શ્રેષ્ઠ, વિશ્વસનીય અને કિફાયતી સોલર સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સમર્પિત છે જે ગ્રાહકોને ઊર્જા સ્વતંત્રતા, નાણાંકીય બચત અને ટકાઉ ભવિષ્ય સાથે સશક્ત બનાવે છે.
સોલર રૂફટોપ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત સૌર ઉત્પાદનમાં ટાટા પાવરનું વધતું રોકાણ સોલર વેલ્યુ ચેઇનને મજબૂત બનાવી રહ્યું છે. ભારતમાં મજબૂત ઉત્પાદન આધાર સાથે, ટાટા પાવર 4.3 ગિગાવોટ સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા, 3થી વધુ ગિગાવોટ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન ધરાવે છે જે ભારતના સ્વચ્છ ઊર્જા તરફના સંક્રમણને વેગ આપવા માટે તેના સ્કેલ અને પ્રભાવને દર્શાવે છે.