ટાટા પાવર હાઇ-કેપેસિટી ફાસ્ટ ચાર્જિંગ પોઇન્ટ્સ સાથે દેશવ્યાપી ઇ-બસ ચાર્જિંગ નેટવર્કને મજબૂત બનાવ્યું
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઇ-મોબિલિટીને વેગ આપવા માટે દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ, અમદાવાદ, ગોવા, જમ્મુ અને શ્રીનગરમાં 850થી વધુ બસ ચાર્જિંગ પોઇન્ટ્સથી પાવર્ડ 2,300થી વધુ ઇ-બસ
· ઓઈએમ પાર્ટનરશિપ દ્વારા ડીટીસી, બેસ્ટ, બીએમટીસી, જેએસસીએલ, એસએસસીએલ, બીઆરટીએસ-એજેએલ જેવા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન માટે 30થી વધુ બસ ડેપોમાં ઇ-મોબિલિટી સક્ષમ બનાવી
· ભારતભરમાં વિસ્તરેલા બસ ચાર્જિંગ નેટવર્કથી 1 લાખ ટનથી વધુ ટેઇલપાઇપ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન બચશે
ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓ તથા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક ટાટા પાવર મહત્વના મેટ્રોપોલિટન એરિયામાં 850થી વધુ ચાર્જિંગ પોઇન્ટ્સ ઊભા કરીને ઇ-મોબિલિટી તરફ દેશના સંક્રમણને આગળ લઈ જવાનું ચાલુ રાખે છે. Tata Power strengthens its nationwide e-bus charging network with high-capacity fast charging points
દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગાલુરુ, જમ્મુ, શ્રીનગર, ધારવાડ, લખનૌ અને ગોવા જેવા મહત્વના શહેરોમાં 30થી વધુ બસ ડેપોમાં વ્યૂહાત્મક રીતે ઊભા કરાયેલા ચાર્જિંગ પોઇન્ટ્સ સાથે ટાટા પાવરે દેશભરમાં 2,300થી વધુ પબ્લિક ઇ-બસને સક્ષમ કરી છે. મજબૂત બસ ચાર્જિંગ નેટવર્કના લીધે સફળતાપૂર્વક 1 લાખ ટનથી વધુ ટેઇલપાઇપ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન બચાવી શકાયો છે. ટાટા પાવરે દેશભરમાં વિવિધ બસ ડેપો પણ ડિઝાઇન કર્યા છે અને ઊભા કર્યા છે.
ટાટા પાવરનું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 180-240 કિલોવોટની રેન્જના હાઇ-કેપેસિટી ફાસ્ટ ચાર્જર્સ ધરાવે છે જેનો સરેરાશ ચાર્જિંગ ટાઇમ 1થી 1.5 કલાક છે. ઝડપી ચાર્જિંગ ક્ષમતાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ બસોની વધી રહેલી ઓપરેશનલ જરૂરિયાતોને ટેકો મળે છે.
દિલ્હી ટાટા પાવરના ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સનો ઉપયોગ કરતી ઇ-બસના મામલે અગ્રેસર છે ત્યારે તેના પછીના ક્રમે મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, જમ્મુ અને શ્રીનગર છે. ટાટા પાવર ઇ-મોબિલિટી અપનાવવાને પ્રોત્સાહન આપવામ માટે સમર્પિત છે અને વિવિધ ઓઈએમ ઓપરેટર્સ સાથે સિનર્જીને પ્રોત્સાહન આપી રહી છે તેમજ વિવિધ રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને સક્ષમ બનાવી રહી છે.
ટાટા પાવર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પૂરા પાડે છે જે અમારા ક્લાયન્ટ્સ માટે સમયસર અમલીકરણ અને વ્યાપક ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (ઓએન્ડએમ) સર્વિસીઝ સાથે, શ્રેષ્ઠ ચાર્જિંગ અનુભવને સુનિશ્ચિત કરવા, લીન, કસ્ટમાઇઝ્ડ અને પરવડે તેવા ડિઝાઇન સોલ્યુશન્સ પર ભાર મૂકે છે. વધુમાં, ટાટા પાવર વ્યાપાર કામગીરીને પણ સરળ બનાવવા માટે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને નિયમનકારી એનઓસી મંજૂરીઓ જેવી સેવાઓ પૂરી પાડે છે.
ભારતના નેટ ઝીરો લક્ષ્યાંકો સાથે રહીને ટાટા પાવર 2040 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. દેશના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં અગ્રેસર તરીકે ટાટા પાવર રૂફટોપ સોલાર, હોમ ઓટોમેશન અને સ્માર્ટ મીટરિંગથી ગ્રીન એનર્જી સોલ્યુશન્સની વ્યાપક રેન્જ ઓફર કરે છે અને ઈવી ચાર્જિંગ માટે ટકાઉ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહન આપે છે. આ પ્રતિબદ્ધતાને કંપનીની ‘સસ્ટેનેબલ ઇઝ એટેનેબલ‘ અભિયાન દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ગ્રીન એનર્જી સોલ્યુશન્સને વ્યાપકપણે અપનાવવા અને ટકાઉપણાને લોકોના અભિયાનમાં ફેરવવાનો છે.