ટાટા પ્રોજેક્ટ્સ સાણંદ ખાતેના સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટમાં કૌશલ્યની તકો સાથે કાર્યબળને સશક્ત બનાવશે
સ્કિલ શક્તિ અને નિર્માણ નાયક કાર્યક્રમો કુશળ કારીગરોને બાંધકામ માટેના કુશળ નિષ્ણાતો બનવાની તક પૂરી પાડી તેમનું સશક્તિકરણ કરે છે.
સાણંદ, ટાટા પ્રોજેક્ટ્સ તેના શ્રમિક કર્મચારીઓને સશક્ત બનાવવા અને બાંધકામ ઉદ્યોગમાં સ્થાયી પ્રથાઓને પ્રોત્સાહન આપવા કારીગરોના કૌશલ્યો વધારવા માટેની પહેલો શરૂ કરવાની ઘોષણા કરતા ગર્વ અનુભવે છે. આ પહેલો અમારા કામદારોને સર્વગ્રાહી તાલીમ, માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર અને નાણાંકીય સહાય પૂરી પાડવા તૈયાર કરવામાં આવી છે. સાથે-સાથે તે કંપનીને વધુ સારું સાઇટ મેનેજમેન્ટ અને કુશળ કર્મચારીઓ પૂરા પાડીને લાભ કરાવી આપે છે. Tata Projects empowers the workforce at Sanand’s Semiconductor Chip Plant with skilling opportunities.
ગુજરાતના પ્રભાવશાળી ઔદ્યોગિક વિકાસને વધુ આગળ લઈ જઈને અને પહેલનો અમલ પાયાના સ્તરે કરીને ગુજરાતના સાણંદમાં ટાટા પ્રોજેક્ટ્સના સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટમાં આ કાર્યક્રમ ઝડપી ગતિએ ચાલી રહ્યો છે. સાઇટ પર શ્રમજીવીઓને બાંધકામના કુશળ નિષ્ણાતો બનવાની તક આપવામાં આવી રહી છે અને તેના દ્વારા તેમની રોજગારીની તકો સુધરી રહી છે. આ પહેલ દ્વારા કંપનીના કર્મચારીઓ પાસે કૌશલ્ય સુધારવાની તક ઉપરાંત તેમની કારકિર્દીમાં પ્રગતિ કરીને ઉચ્ચ હોદ્દા અને વધુ સારા પગારવાળી નોકરીઓની તકના દરવાજા પણ ખુલશે.
બાંધકામ ઉદ્યોગના સ્થળ પર કામ કરતા કર્મચારીઓને કામગીરી સાથે સાંકડી લેતી સર્વગ્રાહી તાલીમનો લાભ મળશે. એ વર્ગખંડમાં શિક્ષણ આપવાની અને વાસ્તવિક તાલીમના સમન્વય દ્વારા સુનિશ્ચિત કરે છે કે કર્મચારીઓને તમામ કૌશલ્યો મળી રહે. તાલીમ પૂરી થયા પછી કર્મચારીઓને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (CIDC) અને કલિંગા યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો, ડિપ્લોમા અને ડિગ્રીઓ મળે છે,
જેનાથી તેમની વિશ્વસનીયતા અને રોજગારક્ષમતા વધે છે. સ્કિલ શક્તિ પહેલ હેઠળ ટાટા પ્રોજેક્ટ્સ નાણાંકીય વર્ષ 25-26 માટે કુલ 1050 કામદારોને કૌશલ્ય આપવાનું લક્ષ્ય રાખે છે. 845 કર્મચારીઓને નાણાંકીય વર્ષ 24-25માં અત્યાર સુધીમાં તાલીમ મળી ચુકી છે. નિર્માણ નાયક કાર્યક્રમ હેઠળ 30 વિદ્યાર્થીઓની તેની પ્રથમ બેચ શરૂ થઈ ગઈ છે અને 50થી વધુ વિદ્યાર્થીઓની આગામી બેચ ફેબ્રુઆરીમાં શરૂ થવાની છે, જેનો ત્રણ વર્ષમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ રૂ. 1.33 લાખ થશે.
ટાટા પ્રોજેક્ટ્સ માટે આ પહેલ બાંધકામની કામગીરીમાં સ્થાયીપણા અને કાર્યક્ષમતાના સિદ્ધાંતોના અમલ દ્વારા સ્થાયી સાઇટ મેનેજમેન્ટ પર ભાર મૂકે છે. આ તાલીમ કાર્યક્રમનો ઉદ્દેશ બાંધકામ ઉદ્યોગમાં કુશળ માનવશ્રમિકોને આવરી લેવાનો છે અને ક્ષેત્રની વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે. આ પહેલ દ્વારા ટાટા પ્રોજેક્ટ્સ કુશળ, પ્રમાણિત અને વૈવિધ્યસભર કર્મચારીઓ તેમજ તાલીમ આપી શકે એવા કુશળ ટ્રેનરોનું જૂથ ઊભું કરવાનું ધારે છે. ભવિષ્યમાં અમે કુશળ ફોરમેનોનું જૂથ, કુશળ બાંધકામ સુપરવાઇઝરો તૈયાર કરવા અને આગામી પ્રોજેક્ટ્સ માટે એક કેડર સ્થાપિત કરવા માંગીએ છીએ. આ કાર્યક્રમો કર્મચારીઓને બાંધકામ ઉદ્યોગમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે જરૂરી કુશળતાથી સજ્જ કરીને તેમની કારકિર્દીમાં નોંધપાત્રપણે મદદરૂપ થશે અને પરિણામે તેમનું ભવિષ્ય વધુ સ્થિર બનશે.
ટાટા પ્રોજેક્ટ્સના સીએચઆરઓ રિતેશ પ્રતાપ સિંઘે જણાવ્યું હતું કે: “ટાટા પ્રોજેક્ટ્સ ખાતે અમે માનીએ છીએ કે અમારા કર્મચારીઓ અમારી સૌથી મોટી સંપત્તિ છે, અને તેમનો વિકાસ અમારી સફળતાને ગતિ આપે છે. અમારો સ્થળ પરના કર્મચારીઓનું કૌશલ્ય વધારવાનો કાર્યક્રમ અમારા કર્મચારીઓમાં રોકાણ તો છે જ, સાથેસાથે તે બાંધકામ ઉદ્યોગના ભાવિમાં રોકાણ છે તેમજ તેમના વ્યાવસાયિક વિકાસ અને સુખાકારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તે સુનિશ્ચિત કરે છે કે તેમની કારકિર્દીમાં પ્રગતિ કરવા અને ઉદ્યોગના ભવિષ્યમાં યોગદાન આપવા તેમની પાસે જરૂરી કુશળતા અને ટેકો છે.
નવા કૌશલ્યોથી અમારા કાર્યબળને સશક્ત બનાવીને અમે સતત સુધારણા અને ઇનોવેશનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે અમે ફક્ત મકાનો જ નહીં, પરંતુ મજબૂત અને વધુ ટકાઉ સમુદાયોનું પણ નિર્માણ કરીએ.”
કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલના ડિરેક્ટર જનરલ ડૉ. પી. આર. સ્વરૂપે જણાવ્યું હતું કે: “ટાટા પ્રોજેક્ટ્સ અને સીઆઇડીસી વચ્ચેનો આ સહયોગ બાંધકામ ઉદ્યોગની વૃદ્ધિ માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. કામદારોને જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરીને અમે તેમની વ્યક્તિગત કારકિર્દીને આગળ લઈ જવાની સાથે ઉદ્યોગમાં ગુણવત્તા અને કાર્યક્ષમતા માટે નવા માપદંડો પણ સ્થાપિત કરી રહ્યા છીએ. અમે સાથે મળીને કાર્યબળ અને તેઓ જે સમુદાયો ઊભા કરવામાં મદદ કરે છે તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ.“