Western Times News

Gujarati News

તાતા સોલ્ટે આયોડિનની ઉણપ સામેની લડાઈમાં આગેવાની લીધી

વિશ્વ આયોડિન ઉણપ દિવસ પર તાતા સોલ્ટ આયોડિન ફોર્ટિફિકેશનના પ્રયત્નોનું નેતૃત્વ કરે છે અને તંદુરસ્ત સમુદાયોનું વચન આપે છે

સમુદાયોનું  સશક્તિકરણ, ભવિષ્યનું જતન: તાતા સોલ્ટ વિશ્વ આયોડિન ઉણપ દિવસ પર આયોડિનની ઉણપ સામેની લડાઈમાં આગેવાની લે છે

1983થી ભારતના આયોડિનયુક્ત મીઠાના સેગમેન્ટમાં અગ્રણી અને માર્કેટ લીડર તાતા સોલ્ટ, 21મી ઓક્ટોબરના રોજ વિશ્વ આયોડિન ઉણપ દિવસની ઉજવણીમાં વૈશ્વિક સમુદાય સાથે ગર્વથી જોડાય છે. આ મહત્વપૂર્ણ દિવસ બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં આયોડિન ભજવે છે તે મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવે છે અને ખાસ કરીને વિશ્વભરના બાળકોમાં આયોડિનની ઉણપના વર્તમાન પડકારને પ્રકાશિત કરે છે.

આ મિશનને અનુરૂપ, તાતા સોલ્ટે તાજેતરમાં પ્રતિષ્ઠિત અભિનેત્રી રૂપાલી ગાંગુલીને દર્શાવતી આકર્ષક એડવર્ટાઈઝિંગ કેમ્પેઈનનું અનાવરણ કર્યું છે. કેમ્પેઈનના વીડિયોમાં, ગાંગુલી ભારપૂર્વક કહે છે, “વિશ્વાસ મેળવવો પડે છે અને હું ફક્ત તાતા સોલ્ટ પર વિશ્વાસ કરું છું કારણ કે તેમાં યોગ્ય માત્રામાં આયોડિન છે, ‘નમક હો તાતા કા, તાતા નમક’. આ સમર્થન ગુણવત્તા અને શુદ્ધતા પ્રત્યે તાતા સોલ્ટની અતૂટ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે અને ગ્રાહકો તેમની સુખાકારી માટે શ્રેષ્ઠ સંભવિત પ્રોડક્ટ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરે છે.”

તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પેકેજ્ડ ફૂડ્સ પ્રેસિડેન્ટ દીપિકા ભાને જણાવ્યું હતું કે “આયોડિનની ઉણપ એ એક ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે, જે લાખો જીવનને, ખાસ કરીને યુવા પેઢીને અસર કરે છે. તાતા સોલ્ટમાં, અમે આ પડકારનો સામનો કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ. અમે દ્રઢપણે જાગૃતિ અને શિક્ષણની શક્તિમાં વિશ્વાસ કરીએ છીએ. મગજના વિકાસમાં આયોડિનના મહત્વને પ્રકાશિત કરીને, આઈક્યુ વધારવામાં અને વિકાસમાં થતા વિલંબને અટકાવીને, અમે સમુદાયોને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતગાર પસંદગીઓ કરવા માટે સશક્તિકરણ કરવાનો ધ્યેય રાખીએ છીએ.”

ન્યુટ્રિશન ઈન્ટરનેશનલ અને આઈસીસીઆઈડીડી દ્વારા હાથ ધરવામાં આવેલા ઈન્ડિયા આયોડિન સર્વે 2018-19માં માનસિક અને શારીરિક વિકાસમાં આયોડિનની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણે ગ્લોબલ બ્રેઈન ડેમેજના અટકાવી શકાય તેવા અગ્રણી કારણ તરીકે આયોડિનની ઉણપ પર પ્રકાશ પાડ્યો છે, ખાસ કરીને તે બાળકોના આઈક્યુ સ્તરને અસર કરે છે.

અભ્યાસમાં વિવિધ વસ્તી જૂથોમાં આયોડાઇઝ્ડ મીઠું અને યુરિનરી આયોડિન સ્થિતિના કવરેજનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તારણોએ 76.3% રાષ્ટ્રીય ઘરગથ્થુ આયોડાઇઝ્ડ સોલ્ટ કવરેજ જાહેર કર્યું હતું, જેમાં રાજ્ય સ્તરે જોવા મળેલી વિવિધતાઓ છે. તમામ ઘરગથ્થુ મીઠાંમાંથી 41% કરતાં વધુમાં 15-30 પીપીએમ વચ્ચે આયોડિનનું પ્રમાણ જોવા મળ્યું હતું, ત્યારબાદ 33.1% ઘરગથ્થુ મીઠું 30-50 પીપીએમ સાંદ્રતા વચ્ચે હતું.

વધુમાં, સર્વેક્ષણ દર્શાવે છે કે માત્ર 55% વસ્તી આયોડાઇઝ્ડ મીઠાથી વાકેફ છે. આ મુદ્દાઓને ઉકેલવા માટે, ભલામણો કરવામાં આવી હતી, જેમાં મીઠાની ગુણવત્તાના ધોરણોનો અમલ અને શુદ્ધ આયોડાઇઝ્ડ મીઠાના વપરાશને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. સર્વેક્ષણનો પ્રાથમિક ધ્યેય નીતિઓને પ્રભાવિત કરવાનો, આયોડાઇઝેશન કાર્યક્રમોને મજબૂત કરવાનો અને આખરે ભારતમાં આયોડિન ઉણપના વિકારને દૂર કરવાનો છે.

આયોડાઇઝિંગ ટેબલ સોલ્ટ એ આયોડિનની ઉણપના વિકારને રોકવા માટે સૌથી અસરકારક અને સસ્તા માર્ગો પૈકીનું એક છે, જે ભારતના અગ્રણી આયોડાઇઝ્ડ મીઠા તરીકે તાતા સોલ્ટની સર્જન તરફ દોરી જાય છે. 34% બજાર હિસ્સા સાથે તાતા સોલ્ટ ભારતના આયોડિન ફોર્ટિફિકેશનના પ્રયત્નોનું નેતૃત્વ કરે છે, જે દર વર્ષે 10માંથી 3 ઘરો અને 1 અબજ લોકો સુધી પહોંચે છે.

આયોડિનની ઉણપને દૂર કરવા માટે પ્રતિબદ્ધ, તાતા સોલ્ટ એ સુનિશ્ચિત કરે છે કે દરેક નાગરિક ભારતની સફળતા માટે મજબૂત બને. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તાતા સોલ્ટ ઉચ્ચ-ગુણવત્તાવાળા આયોડાઇઝ્ડ મીઠાનું ઉત્પાદન કરે છે, દરિયાના પાણીને સતત સ્ફેરિકલ ક્રિસ્ટલમાં પરિવર્તિત કરે છે, દરેક ચપટીમાં શ્રેષ્ઠ આયોડિન સામગ્રીની ખાતરી આપે છે.

દીપિકા ભાન ઉમેરે છે, “અમે દરેકને આ મિશનમાં અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ. જાગૃતિ ફેલાવીને અને આયોડિન-સમૃદ્ધ આહારની હિમાયત કરીને, સાથે મળીને, અમે લાખો લોકોના જીવનમાં મૂર્ત પરિવર્તન લાવી શકીએ છીએ., તાતા સોલ્ટ ખાતે, અમે વિશ્વભરના બાળકો માટે તંદુરસ્ત, ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

તાતા સોલ્ટ લોકો, પરિવારો અને સમુદાયોને આયોડિનની ઉણપ નાબૂદ કરવા માટે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય પસંદગી કરવામાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે જ્યારે મીઠાના વપરાશ અંગે જાણકાર નિર્ણયો લે છે. સાથે મળીને કામ કરીને, આપણે એક એવી દુનિયા બનાવી શકીએ છીએ જ્યાં દરેક બાળકને ખીલવાની અને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની તક મળે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.