શરીર પર ટેટૂ ચામડી માટે નુકસાનકારક બની શકે છે

ઉત્તરપ્રદેશ, મોર્ડન જમાનામાં શરીર ઉપર ટેટૂ કરાવવાનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આજકાલના યુવાનોમાં ટેટૂનો ક્રેઝ ખૂબ જ જાેવા મળી રહ્યો છે. લોકો શરીર ઉપર અવનવા ટેટૂ ચિતરાવે છે. જાે તમે પણ તમારા શરીર ઉપર ટેટૂ કરવાનું વિચારો છો, તો રોકાઈ જાઓ. ટેટૂ તમારા શરીરને આકર્ષક બનાવી શકે છે, પણ તે તમને પણ ખૂબ બીમાર બનાવી શકે છે, તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
યુવાનો ખુદને આકર્ષક બનાવવા માટે શરીર ઉપર વિવિધ પ્રકારના ટેટૂ ડિઝાઇન કરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ટેટૂ કરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટાભાગના યુવાનો વિચાર્યા વગર કોઈપણ ટેટૂ આર્ટિસ્ટ પાસેથી ટેટૂ કરાવે છે, જે વધુ નુકસાનકારક છે. ડર્મેટોલોજિસ્ટ ડૉ.રવિ મોહને જણાવ્યું હતું કે, ટેટૂ કરાવતી વખતે વપરાતી શાહીની ગુણવત્તા સારી ન હોય તો ટેટૂ ચામડી માટે નુકસાનકારક બની શકે છે.
જાે ટેટૂ કરાવતી વખતે ઉપયોગમાં લેવાતી સોયનો ઉપયોગ પહેલા કરવામાં આવ્યો હોય, તો તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો. આ બીમારી HIV જેવી ગંભીર પણ હોઈ શકે છે. ડૉ.રવિ મોહન કહે છે કે કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે. ટેટૂ કરાવવું અને પછી તેને હટાવવું ખૂબ જ નુકસાનકારક છે.
ટેટૂ બનાવતા પહેલા ટેટૂ આર્ટિસ્ટ પ્રોફેશનલ છે કે નહીં, ટેટૂ બનાવવામાં વપરાતી શાહી અને સોય પ્રમાણિત કંપનીની છે કે નહીં જેવી બાબતોનું ધ્યાન રાખો. ગમે ત્યાં ટેટૂ કરાવશો નહીં. જાે આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે,તો અનેક ચામડીજન્ય રોગો થઈ શકે છે.SS1MS