શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરનો ૧૪મો પાટોઉત્સવ ઉજવાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) તા.૨/૧૨/૨૦૨૨ ને શુક્રવાર ને માગશર સુદ દશમ શુક્રવાર ના રોજ ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ શ્રી ચિતનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો.જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ચિતનાથ મહાદેવ ના મંદિર ના ૧૪ માં પાટોત્સવની ઉજવણી કરાય હતી.જેમાં વિવિધ કાર્યક્રમો કરાયા જેમાં નવચંડી પૂજા સવારે ૮ થી સાંજે ૪ વાગ્યે શ્રીફળ હવન સાંજે છ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાતાવરણ અને ગામની આસપાસની સોસાયટીના રહીશો પ્રસાદીનો લાભ લીધો હતો.
જુના તવરા ગામે શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરનો ૧૪ મો પાઠ પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરનો આજે ૧૪ મો પાટોત્સવ માગશર સુદ દશમને શુક્રવાર ના રોજ આજે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સવારે ૮ વાગ્યાથી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ હવન પ્રારંભ હવન અને સાંજે ૫ વાગ્યા શ્રીફળ હવન અને સાંજે ૬ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું.
જેમાં મંદિરને રંગબેરંગી ફૂલોથી મંદિરની ભવ્ય સજાવટ કરાઈ હતી તથા ગ્રામજનોએ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરનો ઈતિહાસ જાેઈએ તો તવરા કે જ્યાં કપિલમુનિએ તપ કર્યું હતું અને તરણેશ્વર નું અપભ્રંશ થઈ તવરા નામ પડ્યું હતું શ્રી ચિંતનાથ મહાદેવ કપીલેશ્વર મંદિર જ્યાં કપિલ મુનિએ સપ્તલિગ ની સ્થાપના કરી હતી
તેમજ નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો મહિમા રહેલો છે એમ કહેવાય છે કે પવિત્ર નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો છે તો અનેક સ્થનો પર ઋષિઓએ તપ કર્યા હોવા નો ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે.
નર્મદા પૂરાંણમાં તરણેશ્વર અને હાલ તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે શાસ્ત્રોમાં કપિલમુનિને શિવ સ્વરૂપ દર્શવવામાં આવ્યા છે.એક લોક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા
જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા.ત્યાર બાદ તેઓ તવરા ગામે ગયા હતા.જ્યાં તેમને તપ કર્યું હતું અહીં તેમને કપિલેશ્વર મહાદેવ ની સ્થાપના કરી સપ્ત શિવલિંગની સ્થાપન કર્યું હતું જેમાં (૧) શ્રી કપિલેશ્વર મહાદેવ (૨) શ્રી કોટેશ્વર મહાદેવ (૩) શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ (૪) શ્રી વિઘ્નેશ્વર મહાદેવ (૫) શ્રી મહાકાલેશ્વર મહાદેવ (૬) શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને
(૭) શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડા નું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે.અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતા માંથી મુક્ત થતા ચિંત નાથ મહાદેવના નામે ઓળખાય છે.રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી.જાેકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે.