Western Times News

Gujarati News

ટીબીઓ ટેક લિમિટેડે ટ્રાવેલ એજન્ટ્સ માટે ન્યુઝ એપ ટ્રાવેલ બાઇટ્સ લોન્ચ કર્યું

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2025: વૈશ્વિક સ્તરે અગ્રણી ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટીબીઓ ટેક લિમિટેડે વિશેષ કરીને ટ્રાવેલ એજન્ટ્સ માટે ડિઝાઇન કરાયેલી ન્યુઝ એપ ટ્રાવેલબાઇટ્સ લોન્ચ કર્યું . ટીબીઓ એકેડમી હેઠળ વિકસિત ટ્રાવેલબાઇટ્સનો ઉદ્દેશ્ય ટ્રાવેલ પ્રોફેશ્નલ્સ કેવી રીતે ઇન્ડસ્ટ્રી અપડેટ્સ, એક્સપર્ટ ઇનસાઇટ્સ અને એક્સક્લુઝિવ રિપોર્ટ્સ પ્રાપ્ત કરે છે, તે બદલવાનો છે.  TBO Tek Limited announces the launch of TravelBytes – A News App for Travel Agents

ટીબીઓ એકેડમીના વાઇસ પ્રેસિડેન્ટ વિધુ લાંબાએ કહ્યું હતું કે, “ટ્રાવેલબાઇટ્સ એક ન્યુઝ એપથી પણ વિશિષ્ટ છે, જે ટ્રાવેલ એજન્ટ્સ માટે નોલેજ હબ છે. રિટલ-ટાઇમ અને ક્યુરેટેડ ન્યુઝ અપડેટ સાથે અમે અમારા ભાગીદારોને તેમની આંગળીના ટેરવે નવીનતમ ટ્રેન્ડ્સ અને ડેવલપમેન્ટથી સશક્ત કરીએ છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “ટીબીઓ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલ પરિવર્તનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ટ્રાવેલબાઇટ્સ ટ્રાવેલ પ્રોફેશ્નલ્સને સમયસર, સુસંગત માહિતીથી સજ્જ કરવાની અમારી કટીબદ્ધતાનો પુરાવો છે, જેથી તેઓ એક વિકસિત લેન્ડસ્કેપમાં સફળ થઇ શકે.”

એન્ડ્રોઇડ અને આઇઓએસ બંન્ને ઉપર નિર્મિત એપ માર્કેટ ઇનસાઇટ્સ, પોલીસી અપડેટ અને એક્સપર્ટ ઓપિનિયન સહિત ક્યુરેટેડ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી કન્ટેન્ટ પ્રદાન કરીને ટ્રાવેલ એજન્ટ્સને માહિતીસભર વ્યવસાયિક નિર્ણય લેવામાં મદદરૂપ બનશે. નિયમિત બાઇટ સાઇઝની ટ્રાવેલ કન્ટેન્ટ ઉપરાંત તે ટૂંકા અને લાંબા વિડિઓને પણ સપોર્ટ છે.

ટ્રાવેલબાઇટ્સ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે, જે ટીબીઓ ટેક લિમિટેડના વૈશ્વિક સ્તરે ટ્રાવેલ પ્રોફેશ્નલ્સને ટેકો આપવા અને શિક્ષિત કરવાના મિશનને મજબૂત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.