Western Times News

Gujarati News

TCS iONએ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાની જાહેરાત કરી

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની ફ્લેગશિપ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા વિદ્યાર્થીઓને કોવિડ-19 પછીની વાસ્તવિકતાઓ માટે સજ્જ થવા અને પરિવર્તનક્ષમ કુશળતાઓ સાથે તૈયાર કરશે

મુંબઈ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી આઇટી સર્વિસીસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સ કંપની છે, જેણે જાહેરાત કરી હતી કે, કંપની હવે ધોરણ 5થી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા TCS iONઇન્ટેલિજેમની ત્રીજી એડિશન માટે નોંધણી સ્વીકારી રહી છે. TCS iON ઇન્ટેલિજેમ પ્રી-ડિઝાઇન, મેથોડોલોજિકલ ટેસ્ટ છે, જે બાળકોમાં પાંચ મુખ્ય ક્ષેત્રો – રચનાત્મકતા અને નવીનતા, સંચાર, નાણાકીય સાક્ષરતા, સાર્વત્રિક મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય નાગરિકતામાં પ્રસ્તુત પરિવર્તનક્ષમ કૌશલ્ય વિકસાવવામાં મદદરૂપ થશે.

જ્યારે દુનિયામાં કોવિડ-19 રોગચાળો ફેલાયો છે, ત્યારે શિક્ષણના ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. હાલની અનિશ્ચિત, જટિલ, વૈશ્વિકૃત અને સતત પરિવર્તનશીલ ડિજિટલ દુનિયામાં વિદ્યાર્થીઓ વધારે કુશળતાઓ, વધારે ક્ષમતાઓ અને વધારે સ્પર્ધાત્મકતા સાથે તેમની શક્તિ પુરવાર કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. ભવિષ્યના પડકારો માટે પ્રસ્તુત રહેવા અને સજ્જ થવા દેશભરમાં શાળાઓ અને વિદ્યાર્થીઓને મદદ કરવાના વિઝન સાથે TCS iONએ વિશિષ્ટ કન્ટેસ્ટ મોડમાં પ્રથમ પ્રકારનું મેટા-એકેડેમિક પ્લેટફોર્મ ઇન્ટેલિજેમ ઊભું કર્યું છે. આ કન્ટેસ્ટનો ઉદ્દેશ યુવાનોમાં લીડરશિપ માટેની કુશળતાઓ વિકસાવવાનો અને કોવિડ-19 પછીની દુનિયામાં અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી પરિવર્તનશીલ સાર્વત્રિક કૌશલ્યો સાથે સજ્જ કરવાનો છે.

આ કન્ટેસ્ટ 3 તબક્કામાં યોજાશે – ક્વોલિફાઇંગ રાઉન્ડ, પ્રી-ફાઇનલ્સ રાઉન્ડ અને રાષ્ટ્રીય સ્તરે ગ્રાન્ડ ફિનાલે. ક્વાલિફાઇંગ રાઉન્ડમાં ઘરેથી સુવિધાજનક રીતે ઓનલાઇન મૂલ્યાંકન સામેલ છે. પ્રી-ફાઇનલ્સ ફિજિટલ મોડમાં યોજાશે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે ગ્રાન્ડ ફિનાલે યોજાશે. ઇન્ટેલિજેમના વિજેતાઓ અને ફાઇનલિસ્ટો રોકડ ઇનામો, અદ્યતન રમકડાં, ટ્રોફીઓ, મેડલ્સ અને સર્ટિફિકેટ્સ, પુસ્તકો અને સબસ્ક્રિપ્શન તેમજ લીડરશિપ ટ્રેનિંગની જીતવાની તકો ધરાવશે. સારું પ્રદર્શન કરતી શાળાઓ પણ સ્કૂલ એક્સલન્સ એવોર્ડ્ઝ મેળવશે અને રાષ્ટરીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરશે.

TCS iONના ગ્લોબલ હેડ વેંગુસ્વામી રામાસ્વામીએ કહ્યું હતું કે, “તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષાવિદો તેમજ વિદ્યાર્થીઓને વ્યવહારિક કુશળતાઓ વિકસાવવા પ્રોત્સાહન આપશે તેમજ તેમને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે. આ વિઝન અને હાલના જટિલ વાતાવરણમાં TCS iON ઇન્ટેલિજેમ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને જીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રસ્તુત રહેવા સાર્વત્રિક પરિવર્તનક્ષમ કૌશલ્યો વિકસાવવામાં મદદરૂપ થવા ડિઝાઇન કરવામાં આવ્યું છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમે સમજીએ છીએ કે, અત્યારે વિદ્યાર્થીઓ અગાઉના વિદ્યાર્થીઓની જેમ એક જ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાને બદલે એકથી વધારે ક્ષેત્રોમાં રોજગારી મેળવવા અને કારકિર્દી બનાવવા ઇચ્છે છે. એટલે આ ટેસ્ટ વિદ્યાર્થીઓની વિવિધતાસભર આકાંક્ષાઓને સમજે છે અને તેમને જટિલ, વૈશ્વિકૃત અને ઝડપથી બદલાતી ડિજિટલ દુનિયામાં સ્પર્ધાત્મક બની રહેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતી કુશળતાઓ સાથે સજ્જ કરશે.”

સહભાગી વિદ્યાર્થીઓ રોકડ ઇનામો મેળવવા ઉપરાંત 21મી સદીના કૌશલ્યો, વેબિનાર્સ, પઝલ્સ, ગેમ્સ વગેરે પર ડિજિટલ બુકલેટની ફ્રી અને ગમ્મત સાથે જ્ઞાન આપતી શૈક્ષણિક સામગ્રી પણ મેળવશે. વિદ્યાર્થીઓને ઇન્ટેલિજેમ બનવાનો, ઉદ્યોગના પીઢ લોકો સાથે જોડાવાનો અને તેમની પાસેથી વધારે કુશળતાઓ શીખવાની તક પણ આપશે.

ઉપરાંત ઇન્ટેલિજેમ ક્વોશન્ટ રિપોર્ટ સહભાગીઓને 21મી સદીના કૌશલ્ય પર તેમની જાણકારી અને સમજણ પર વ્યક્તિગત મૂલ્યાંકન સાથે પ્રદાન કરવામાં આવશે. TCS iON ઇન્ટેલિજેમની ત્રીજી એડિશનનું રજિસ્ટ્રેશન દેશભરમાં શાળાઓ માટે ખુલ્લું છું અને 15 ઓક્ટોબર, 2020ના રોજ બંધ થશે. વધારે જાણકારી મેળવવા માટે અને તમારી શાળાનું રજિસ્ટ્રેશન કરાવવા http://intelligem.tcsion.com/ પર લોગ ઓન કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.