TCS IT વિઝ 2020 સંપૂર્ણપણે ડિજિટલ યોજાશે, રજિસ્ટ્રેશન 4 નવેમ્બર સુધી ખુલ્લું છે
દેશની સૌથી મોટી IT ક્વિઝમાં સામેલ થવા તમામ કિશોર વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ દ્વારા યોજાતી ભારતની સૌથી મોટી ઇન્ટર-સ્કૂલ ક્વિઝ TCS IT વિઝનું 22મી એડિશન સાથે પુનરાગમન થયું છે. TCSની નૉલેજ પહેલ અગાઉ કરતાં વધારે રસપ્રદ અને રોમાંચક બની છે, કારણ કે આ ક્વિઝ સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે,
જેના પરિણામે આ ક્વિઝ દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશે અને તેમને શોધી શકશે. ચાલુ વર્ષે TCS IT વિઝનું આયોજન સંપૂર્ણપણે અલગ રીતે થયું છે, કારણ કે એમાં સહભાગીઓની સંખ્યા મર્યાદિત નથી. દેશના કોઈ પણ ખૂણામાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ક્વિઝમાં સામેલ થઈ શકે છે અને તેમના ઘરેથી સુવિધાજનક રીતે સાથી ક્વિઝર સાથે સ્પર્ધા કરી શકે છે!
હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે ટેકનોલોજીમાં રસ વધારવા વર્ષ 1999માં શરૂ થયેલી TCS IT વિઝ અત્યારે ભારતમાં સૌથી મોટી અને સૌથી લાંબી ચાલતી ઇન્ટર-સ્કૂલ IT ક્વિઝ બની ગઈ છે. આ વિશિષ્ટ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહારના વાતાવરણમાં નવીન પાસાંઓ સાથે ટેકનોલોજીને જોવાની દ્રષ્ટિ આપે છે, તેમને પાઠ્યપુસ્તકો બહાર ક્ષિતિજો ખોલવા પ્રેરિત કરે છે.
રજિસ્ટ્રેશન 4 નવેમ્બર સુધી ખુલ્લું છે, વિદ્યાર્થીઓ https://bit.ly/3d0QTKr દ્વારા રજિસ્ટર્ડ કરાવી શકે છે. હંમેશની જેમ રજિસ્ટ્રેશન માટે કોઈ એન્ટ્રી ફી નથી. સહભાગીઓ પ્રીલિમ્સ માટે તેમની ગેમ-ઓન મેળવવા મોક ક્વિઝમાંથી પસાર થશે.
પ્રીલિમના બે રાઉન્ડ TCS iONનાં પ્લેટફોર્મ પર યોજાશે અને પછી પ્રીક્વાર્ટર લાઇવ ક્વિઝ યોજાશે.
આ સ્ટેજમાં 128 વિદ્યાર્થીઓ સામેલ થશે, જેઓ પછી ટોચનાં 64 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવવા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ટોચના 16 વિદ્યાર્થીઓ સેમિ-ફાઇનલમાં પહોંચશે અને પછી 4 વિદ્યાર્થીઓની પસંદગી ફાઇનલ માટે થશે. ચેમ્પિયનને IT વિઝાર્ડ ઓફ નેશનનો ખિતાબ આપવામાં આવશે, જે ઘરે ટ્રોફી, ગોલ્ડ મેડલ, વિનર સર્ટિફિકેટની સાથે કેટલાંક રોમાંચક ગિફ્ટ વાઉચર્સ લઈ જશે.