Western Times News

Gujarati News

કીટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલાં કપમાં ચા પીવી પડશે

માટીની કુલડીનો ઉપયોગ કરવા મ્યુનિ. સત્તાધીશોની સલાહ

અમદાવાદ, વર્ષો અગાઉ ચાનીકીટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલા કપ-રકાબીમાં ચા પીવાનું ટાળતાં નાગરીકો માટે પ્લાસ્ટીકના નાના કપ આર્શીવાદરૂપ બન્યાય હતા. ત્યારબાદ નાના પેપર કપ આવી જતાં તમામને હાશકારો થયો હતો,

પરંતુ મ્યુનિ.સત્તાધીશોએ સ્વચ્છતાના નામે હવે પેપરકપના ઉપયોગ પર પણ મનાઈ ફરમાવી દેતાં નાગરીકોને ફરી ગંદા પાણીમાં ધોયેલાં કપ-રકાબીમાં ચા પીવી કે નહીં તે વિચારવવું પડશે.

મ્યુનિ.હેલ્થ કમીટી ચેરમેન ભરતભાઈ પટેલ અને ડે.ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યુું હતું કે, અમે નાગરીકોની ચિંતા સમજીએ છીએ, પરંતુ પ્લાસ્ટીકીના કપ તો પર્યાવરણના હિતમાં બંધ કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ પેપરકપનો ઉપયોગ કરવા દેવાતા હતો

પરંતુ ચાની કીટલી આસપાસ અને રોડ પર પેપરકપ ફેકી દેવાતાં હોઈ ગંદકી થતી હતી અને કેટલીય જગ્યાએ પેપરકપ નજીકની કેચપીટ કે ગટરલાઈનમાં ફેકી દેવાથી લાઈન ચોકઅપ થવાની સમસ્યા સર્જાવાની શરૂ થવા પામી હતી. આ બધા કારણોસર પેપરકપના ઉપયોગ પર મનાઈ ફરમાવવામાં આવી છે.

અને સોલીડ વેસ્ટ ખાતાની ટીમો પાનના ગલ્લા તથા ચાની કિટલીઓવાળાઓને ત્યાં તપાસ કરીને પ્રતીબંધીત પ્લાસ્ટીકની સાથે સાથે પેપરકપ મળશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરતા હેલ્થ કમીટી ચેરમેને કહયું કે, ચાની કિટલીવાળા ઈચ્છે તો તેમના ગ્રાહકોને પેપરકપની જગ્યાએ માટીની કુલડીમાં ચા આપી શકે છે.

જાેકે કેટલાય કિટલીવાળાઓએ નારાજગી વ્યકત કરતાં કહયું હતું કે, વપરાયેલાં પેપરકપ માટે અમે ડસ્ટબીન રાખીએ છીએ. માટીની કુલડીની કિંમત ગણીએ તો ચાની કિંમત વધી જશે. તો ગ્રાહકો ઘટી જશે. તે નિશ્ચિત છે. જયારે કપ-રકાબી વારંવાર ધોવા માટે પાણી કયાંથી લાવવું તે સમસ્યા સર્જાશે.

અને કેટલાય કીટલીવાળા કપ-રકાબી ધોયેલું પાણી રોડ પર ઢોળી દેતાં હોય છે, જેના કારણે રોડ ઉપર ખાડા પડવાની સમસ્યા સર્જાશે. હેલ્થ કમીટી ચેરમેન વધુમાં જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં દિવ્યાંગ બાળકોને એકયુપ્રેશર પદ્ધતિથી સારવાર મળી રહે તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.