પ્રાથમિક શિક્ષકે પૂર્ણ કરી ૧૦૧ મી સાયકલીંગ સ્પર્ધા
સુરત, સતત પોતાની જીતને લક્ષયાંક બનાવી દે એવાં જુનૂન સાથે મેદાનમાં ઉતરીને બાજી મારવી એવું દ્ઢ મનોબળ ધરાવતાં ડૉ.ધર્મેશ પટેલે કોરોનાકાળથી લઈ આજદિન સુધીમાં કુલ ૧૦૧ સ્પર્ધા પૂર્ણ કરી. સાયકલિંગ અને મેરેથોનમાં ભાગ લઈ દીપોત્સવી પર્વ દરમિયાન ૧૦૧ મી સ્પર્ધા પૂરી એક નોંધપાત્ર માઇલ સ્ટોન પૂર્ણ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ.ધર્મેશ પટેલે આજદિન સુધીમાં ૧૨ જેટલાં એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેમનાં માટે ૨૦૨૨ નું વર્ષ સૌથી વધારે મહત્વનું રહેવા પામ્યું છે. જેમાં તેમણે “ગુજરાતનાં ગૌરવશાલી દીકરો” એવોર્ડથી લઈને દિલ્હી ખાતે ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી. રમત ગમત ક્ષેત્રમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર કુસ્તીબાજ દિપક પૂનિયા અને નીરજ ચોપડાની મુલાકાત ઉપરાંત મધ્યપ્રદેશનાં પ્રથમ મહિલા રેશલર દિવ્યા આલે સાથે મુલાકાત કરી.
આ સાથે સુરત સાયકલિંગ અને સુરત સિટી સાયકલોથોનમાં સુરત શહેર કમિશનર દ્વારા સન્માન આપવામાં આવ્યું. અંગદાન મહાદાન મંતવ્ય ન્યુઝ ચેનલ આયોજીત સાયકલિંગમાં ધારાસભ્ય ચોર્યાસીનાં શ્રીમતી ઝંખનાબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું. રાજયનાં ઉર્જા,કૃષિ અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઈનાં હસ્તે પણ તેઓ ઇન્ડિયન આયકોન એવોર્ડ અને બેસ્ટ પ્રિન્સીપલ એવોર્ડથી સન્માનિત થયા હતાં.
આ આનંદિત પળે ડૉ. ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષ મારા માટે ખૂબજ લાભદાયી રહ્યું છે. મારા માતા-પિતાનાં આશીર્વાદથી મારા જીવનમાં ઝગમગતી રોશની ફેલાઇ છે. મેં આ ૧૦૧ મી સ્પર્ધા પૂર્ણ કરી ૫૨ જેટલાં મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં ઘણી સ્પર્ધા વર્ચ્યુઅલ કરી ૧૦૧ જેટલાં સર્ટીફિકેટ પ્રાપ્ત કરેલ છે.