શિક્ષિકા ભાવનાબેન પટેલને રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માન એવોર્ડ એનાયત
(પ્રતિનિધિ) બાયડ, ધનસુરા તાલુકાની કેનપુરકંપા પ્રાથમિક શાળા ના શિક્ષિકા ભાવનાબેન પટેલ ને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.ત્યારે ભાવનાબેન પટેલ ને રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.ટીમ મંથન ગુજરાત ધ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનિય કામગીરી કરનાર શિક્ષકો ના સન્માન માટે ઊંઝા ઉમિયાધામમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ટીમ મંથનના નેશનલ મોટીવેટર શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડો.ધરમચંદ આચાર્ય વિશ્વ શાંતિ એવોર્ડ વિજેતા રાજસ્થાન, ચંદુભાઈ મોદી એ.ટી.ડી રાષ્ટ્રીય પારિતોષિક એવોર્ડ વિજેતા દ્વારા ભારત દેશના ૧૬ રાજ્યોના ૧૭૨ ઇનોવેટીવ શિક્ષકોનું સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.ઇનોવેટિવ શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું જેમાં ધનસુરા તાલુકાના કેનપુર કંપા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ ની પણ પસંદગી કરવામાં આવી હતી અને તેમને કરેલી અવનવી વિવિધ પ્રવૃત્તિઓ,ઇનોવેશન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.