Western Times News

Gujarati News

કેન્દ્રએ શિક્ષક માટે ૧૩૪૦૪ પદ પર ભરતી બહાર પડી

प्रतिकात्मक

વેકેન્સીમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે

(એજન્સી)નવી દિલ્હી, દેશની વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષક બનવાનો શાનદાર અવસર આવ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સમિતિ તરફથી ટીજીટી, પીજીટી, અને પીઆરટી ટીચર સહિત કેટલાય પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર થયા છે. તેની વેકેન્સીના માધ્યમથી કુલ ૧૩૪૦૪ પદ પર ભરતી થશે.

આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. તેમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કેવીએસ રિક્રુટમેન્ટા્‌ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. કેન્દ્રીય વિદ્યાલય સમિતિ તરફથી નિકળેલી આ વેકેન્સી માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે, ૦૫ ડિસેમ્બર ૨૦૨૨થી શરુ થઈ જશે.

તેમાં અરજી કરવા માટે ઉમેદવારને ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ સુધીનો સમય આપ્યો છે. તેમાં અરજી ફી જમા કરવાની અંતિમ તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ સુધીનો સમય આપવામાં આવ્યો છે.અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો. આ વેકેન્સીમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.

તેમાં પ્રાઈમરી ટીચર, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર અને નોન ટીચીંગ પદ માટે ઉમેદવારોને સૌથી પહેલા સીબીટી આપવાનું રહેશે. આ વેકેન્સીના માધ્યમથી દેશની અલગ અલગ પરીક્ષાથી કેન્દ્રીય વિદ્યાલયોમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના ખાલી પદ ભરવામાં આવશે.

તેમાં કોઈ પણ પદ માટે કેટલી ખાલી જગ્યા છે, તેના માટેની વિગતો અહીં નીચે આપેલી છે. કેન્દ્રીય વિદ્યાલય તરફથી જાહેર કરવામા આવેલી આ વેકેન્સી માટે અરજી કરનારા જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસવર્ગના ઉમેદવારોને ફી તરીકે ૧૦૦૦ રુપિયા જમા કરાવાના રહેશે.

અરજી કરનારા એસસી, એસસટી અને દિવ્યાંગ ઉમેદવારોને કોઈ ફી આપવાની રહેશે નહીં. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર સમગ્ર વિગતો ચકાસી લેવી જરુરી છે. કેન્દ્ર સરકારે શિક્ષણનીતિમાં ફેરફાર કરીને તમામ બાળકોને શિક્ષણ મળી રહે તે દિશામાં કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત સરકારી સ્કૂલોની પણ સંખ્યા વધારવા કવાયત હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.