આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયો શિક્ષક દિન
(ડાંગ માહિતી)ઃ આહવા, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા ખાતે “શિક્ષક દિવસ”ની ઉજવની કરવામાં આવી હતી.
શાળા આચાર્ય શ્રી અમરસિંહ ગાંગોડાના માર્ગદર્શન હેઠળ તા.૫મી સપ્ટેમ્બરના રોજ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. શિક્ષક દિન દર વર્ષે તા.૫મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. જેની શરૂઆત સને ૧૯૬૨માં થઈ હતી. આ દિવસ ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ છે.
શાળાના વડીલ શિક્ષક શ્રી યોગેશભાઈ નિકુમ દ્વારા શિક્ષક દિન વિશે સરસ માહિતી સાથે તેમના અનુભવોની માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત સરકારી માધ્યમિક વિભાગમાંથી કુલ ૨૨ વિદ્યાર્થીઓ, અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓએ, એક દિવસ માટે શિક્ષક તરીકે ઉત્સાહભેર ભાગ લઇ શિક્ષણ કાર્ય સંભાળ્યું હતું. જેમાં શાળાના આચાર્ય, તેમજ શાળાના સુપરવાઈઝરે તમામ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને શૂભેચ્છા પાઠવી હતી.