Western Times News

Gujarati News

સત્યાગ્રહ છાવણી ખાતે ૪૨૦૦ ગ્રેડ પે માટે શિક્ષકો ધરણા કરશે

સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે,પણ ઉકેલ નથી આવી રહ્યો, આ મામલે ઉગ્ર લડત લડીશું

અમદાવાદ, અમદાવાદ ખાતે મણિનગરમાં આવેલા હેડગેવાર ભવન ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી, આગામી રણનીતિ ઘડવામાં આવી છે.

એચ.ટાટ, મહાનગર અને નગરપાલિકાના શિક્ષકો માટે ૪૨૦૦ ગ્રેડ-પે તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સળંગ નોકરી, શિક્ષકોની ભરતી તેમજ જૂની પેન્શન યોજના સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે.Teachers protest at Satyagraha camp for 200 grade pay

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ૪૨૦૦ ગ્રેડ પે માટે ધરણા પર બેસવાનું નક્કી કરવામાં આવ્યું છે. એચ. ટાટનાં કર્મચારીઓની ભરતી થઈ એ પછી હવે એ કર્મચારીઓએ ૩૦૦ કિમી સુધી દૂર જવું પડ્યું છે, આ સમસ્યા અંગે સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે.

પણ ઉકેલ નથી આવી રહ્યો, આ મામલે ઉગ્ર લડત લડીશું. શિક્ષણમંત્રીએ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં કેટલાક પ્રશ્નો મામલે અમને મૌખિક સંમતિ આપી છે પંરતુ ઠરાવ થયા નથી. જેના કારણે હજુ અમને ન્યાય નથી મળી રહ્યા તો એ અંગે શિક્ષણમંત્રીને ફરી રૂબરૂ મળીને રજૂઆત કરીશું.

જૂની પેન્શન યોજના માટે અમે અગાઉ ગાંધીનગરમાં કાર્યક્રમ યોજ્યો હતો. હવે ફરી ૧૫ ઓગસ્ટ બાદ તમામ જિલ્લામથકો ખાતે કાર્યક્રમ યોજીશુ, અયોધ્યા ખાતે મળેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ અંગે ર્નિણય લેવાયો હતો. જૂની પેન્શન યોજના માટે જરૂર પડશે તો દિલ્લી સુધી જવાની અમે રણનીતિ નક્કી કરી છે.

એ સિવાય આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૧ ઓગસ્ટના દિવસે એકસાથે રાજ્યની ૨૫ હજાર શાળામાં ભારત માતાનાં ફોટો અને સ્ટીકર સાથે દેશભક્તિના કાર્યક્રમ યોજીશું.હાલ અમારા મહાસંઘ સાથે ૧ લાખ ૨૫ હજાર જેટલા સભ્યો જાેડાયેલા છે, અમે સદસ્યતા અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારો લક્ષ્યાંક ૨ લાખ સભ્ય બનાવવાનો છે, એના માટે રણનીતિ ઘડવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.