કોલકાતા ટી૨૦ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું
મુંબઈ, કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ્૨૦ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૭ વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ વિસ્ફોટક પ્રદર્શન કર્યું. તેણે ૭૯ રનની ઇનિંગ રમી. આ જીત સાથે ભારતે પાંચ મેચની ્૨૦ શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયા તરફથી વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહે ઘાતક બોલિંગ કરી. અક્ષર પટેલે પણ પોતાનો જાદુ બતાવ્યો.ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરવા માટે ભારતીય ટીમ માટે સંજુ સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા.
આ દરમિયાન સેમસન ૨૬ રન બનાવીને આઉટ થયો હતો. તેણે ૨૦ બોલનો સામનો કર્યાે અને ૪ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકાર્યાે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તેને જોળા આર્ચરે શૂન્ય રને આઉટ કર્યાે. અભિષેકે શાનદાર પ્રદર્શન કર્યું અને ૭૯ રનની ઇનિંગ રમી.
તિલક વર્મા ૧૯ રન બનાવીને અણનમ રહ્યા. હાર્દિક પંડ્યા ૩ રન બનાવીને અણનમ રહ્યો. ભારતે ૧૨.૫ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.SS1MS