એશિયન ગ્રેનિટોની AGL ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સિઝનની ઊજવણીમાં ટીમ સ્પિરિટ ઝળકી
અમદાવાદ, ટાઇલ્સ, માર્બલ્સ, ક્વાર્ટઝ અને બાથવેર સોલ્યુશન્સ જેવા લક્ઝરી સરફેસ પ્રોડક્ટ્સમાં અગ્રણી બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) તાજેતરમાં 6 અને 7 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં સનરાઇઝ ક્રિકેટ ગ્રાઉન્ડ અને અસદ અલી ક્રિકેટ ગ્રાઉન્ડ, શેલા ખાતે એજીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની તેની અપેક્ષિત ત્રીજી સિઝનનું સમાપન કર્યું હતું. ટુર્નામેન્ટનો હેતુ વિવિધ વિભાગોમાં કર્મચારીઓની સંલગ્નતા અને એકતાને પ્રોત્સાહન આપવાનો હતો જેથી ટીમોને એકસાથે આવવાની તક મળે અને રમતના આનંદ દ્વારા તેઓ એકબીજા સાથે જોડાઈ શકે.
એકાઉન્ટ્સ, પ્રોડક્શન, લોજિસ્ટિક્સ, એક્સપોર્ટ્સ, માર્કેટિંગ, માર્બલ, એચઆર, બાથવેર, બોન્ઝર7, કોમર્શિયલ અને સેલ્સ સહિત વિવિધ વિભાગોનું પ્રતિનિધિત્વ કરતી કુલ 12 જુસ્સાદાર ટીમોએ પ્રતિભા અને ટીમવર્કના રોમાંચક પ્રદર્શનમાં તેમના ક્રિકેટ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
હવે તેની ત્રીજી સિઝનમાં પહોંચેલી ટુર્નામેન્ટ વિશાળ પ્રેક્ષકવર્ગ સુધી પહોંચી હતી કારણ કે સમગ્ર ઇવેન્ટને યુટ્યૂબ પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવી હતી, જેનાથી આ વાર્ષિક રમતોત્સવની વધતી લોકપ્રિયતામાં વધારો થયો છે.
“અમારી કોર્પોરેટ સંસ્કૃતિનું એક મુખ્ય પાસું એક સ્વસ્થ અને ઉત્સાહી કાર્ય વાતાવરણને પ્રોત્સાહન આપવાનું છે. ત્રીજી સિઝનની ક્રિકેટ ટુર્નામેન્ટ અમારા કર્મચારીઓ વચ્ચે ટીમવર્ક અને સહાનુભૂતિને પોષવા માટેની અમારી પ્રતિબદ્ધતાને સાર્થક કરે છે. રમતગમતના પ્લેટફોર્મ દ્વારા, અમારો હેતુ ન કેવળ વ્યક્તિગત અને સામૂહિક ઊજવણી કરવાનો છે, પરંતુ એક નજીકના પરિવાર તરીકે અમારી ઓળખત દર્શાવતા જોડાણને વધુ મજબૂત બનાવવાનો પણ છે”, એમ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું.
ચેરમેન શ્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં, ટૂર્નામેન્ટની શરૂઆત છઠ્ઠી જાન્યુઆરીએ સનરાઈઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી, જેમાં રાષ્ટ્રગીતની ગૌરવપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. ચેરમેનની હાજરીએ ઈવેન્ટમાં પ્રતિષ્ઠાનો સ્પર્શ ઉમેર્યો હતો, જે કર્મચારીઓની સંલગ્નતા અને તંદુરસ્ત કાર્ય સંસ્કૃતિ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
સેમિફાઇનલ્સમાં તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી, જેમાં એજીએલ એક્સપોર્ટ થંડર્સ અને એજીએલ લોજિસ્ટિક લિજેન્ડર વિજયી બનીને ફાઇનલમાં એક રોમાંચક મુકાબલા માટે તૈયાર થઈ હતી. 12 ઓવરની રોમાંચક અંતિમ મેચમાં એજીએલ એક્સપોર્ટ થંડર્સે બીજી વખત ચેમ્પિયનશિપ હાંસલ કરી અને પહેલી એજીએલ પ્રીમિયર લીગમાં તેમની જીતને આગળ ધપાવી હતી.
વિજેતા ટીમને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ કપ એનાયત કરવામાં આવ્યો હતો અને દરેક ખેલાડીને જીતમાં તેમના અસાધારણ યોગદાન માટે મેડલ આપવામાં આવ્યા હતા. આ બાબત માત્ર તેમની રમતગમતની કૌશલ્યની જ નહીં પરંતુ તેના કર્મચારીઓના પ્રયત્નોની ઉજવણી અને પ્રશંસા કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને પણ વ્યક્ત કરે છે. ત્રીજી સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ખેલદિલીની ભાવના દ્વારા જીવંત અને સાનુકૂળ વર્કપ્લેસને પ્રોત્સાહન આપવાના સમર્પણનું પ્રમાણપત્ર છે.
બે દાયકાના ટૂંકા ગાળામાં, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. કંપની 100થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે.