શાકુંતલમના ટ્રેલર લોન્ચ વખતે સમંતાની આંખમાંથી છલકાયા આંસુ
મુંબઈ, ગત વર્ષે માયોસાઈટિસ નામની દુર્લભ બીમારી હોવાની જાહેરાત કરી ત્યારથી સાઉથ બ્યૂટી સમંતા રુથ પ્રભુ ચર્ચામાં છે. તે બીમારીની સારવાર લઈ રહી હતી અને તેથી જાહેરમાં આવવાનું ટાળી હતી. ઘણા સમય બાદ તે સોમવારે હૈદરાબાદમાં યોજાયેલા તેના અપકમિંગ ફિલ્મ શાકુંતલમના ટ્રેલર લોન્ચ વખતે જાેવા મળી હતી.
આ દરમિયાન સમંતા ઘણીવાર ઈમોશનલ થઈ હતી અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તેણે ઈવેન્ટમાં જીવનમાં હાલમાં કરેલા સંઘર્ષ બાદ પણ સિનેમા પ્રત્યેના તેના પ્રેમમાં સહેજ પણ ઉણપ ન આવી હોવાનું કહ્યું હતું. જણાવી દઈએ કે, ‘શાકુંતલમ’માં તે ‘શાકુંતલા’નું મુખ્ય પાત્ર ભજવશે, જેઓ મેનકા અને વિશ્વમિત્રના દીકરી હતા.
સમંતા રુથ પ્રભુએ ટ્રેલર લોન્ચમાં વ્હાઈટ કલરની સાડી અને મેચિંગ બ્લાઉઝ પહેર્યો હતો. આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને ગ્લાસિસ પહેરીને લૂક પૂરો કર્યો હતો. જ્યારે ડિરેક્ટર ગુણાશેખર વાત કરી રહ્યા હતા ત્યારે એક્ટ્રેસ પહેલીવાર ઈમોશનલ થઈ હતી.
ઘણા ફેન્સે તે રડતી હોય તેવી ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી અને તેઓ હંમેશા તેની સાથે હોવાનું કહ્યું હતું. ક્લિપમાં એક્ટ્રેસને રડતી અને ત્યારબાદ આંસુ લૂંછી હસવાનો પ્રયાસ કરતી જાેઈ શકાય છે.
પોતાની સ્પીચમાં સમંતાએ કહ્યું હતું ‘મેં જીવનમાં ગમે એટલા સંઘર્ષનો સામનો કર્યો હોય પરંતુ એક વાત એવી છે જેમાં ક્યારેય બદલાવાની નથી. તે છે સિનેમા પ્રત્યેનો પ્રેમ અને સિનેમા કેટલો મને પ્રેમ કરે છે તેના વિશે છે. હું મજબૂતપણે માનું છું કે, ‘શાકુંતલમ’ આવ્યા બાદ આ પ્રેમમાં વધારો થવાનો છે.
આ પ્રસંગ પર તેણે ડિરેક્ટરન આભાર માન્યો હતો અને ‘શાકુંતલ’નો રોલ કરવા મળ્યો તે માટે પોતાને નસીબદાર ગણાવી હતી. ‘ભારતીય સાહિત્યના ઈતિહાસમાં ‘શકુંતલા’ની વાર્તા સૌથી યાદગારમાંથી એક છે. હું નસીબદાર છું કે, ગુણાશેખર સરે મને આ માટે મને પસંદ કરી.
આ મારા માટે સૌભાગ્યની વાત છે. ગુણાશેખર દ્વારા પ્રોડ્યૂસ અને ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગુ, મલાયલમ અને કન્નડ તેમ પાંચ ભાષામાં ૧૭ ફેબ્રુઆરીના રોજ વર્લ્ડવાઈડ રીલિઝ થવાની છે. જણાવી દઈએ કે, સમંતા છેલ્લે ફિલ્મ ‘યશોદા’માં લીડ રોલમાં જાેવા મળી હતી.
જેમાં તેની એક્ટિંગના વખાણ થયા હતા. તેની પાસે ‘શાકુંતલમ’ સિવાય વિજય દેવરકોંડા સાથેની ફિલ્મ ‘ખુશી’ અને વરુણ ધવન સાથેની વેબ સીરિઝ ‘સિટાડેલ’ છે, જે હિંદી વર્ઝન છે.SS1MS