અભિનેતા અક્ષય કુમારની ‘કેસરી ૨’ ફિલ્મનું ટીઝર લોંચ

મુંબઈ, અક્ષય કુમારની ‘કેસરી ચેપ્ટર ૨’નું ટીઝર લોંચ થઈ ગયું છે, જેમાં આર માધવન અને અનન્યા પાંડે પણ મહત્વના રોલમાં છે, આ ફિલ્મ જલિયાંવાલા બાગ સાથે સંકળાયેલી ઘટનાની વાત કરે છે.
ટીઝર એક પકડી રાખે એવા ઓડિયો સાથે શરૂ થાય છે, ત્યારે આ ફિલ્મ ક્યારેય ન જોઈ હોય એવી જલિયાંવાલા બાગની ઘટના પછીની અસરો વિશે વિત કરશે.
અક્ષય કુમાર આ ફિલ્મમાં સર સી.સંકરન નાયરનો રોલ કરે છે, જેઓ એક એવા નીડર વકીલ હતા જેમણે બ્રિટિશ સામ્રાજ્ય સામે આ રાષ્ટ્રીય ઘટના અંગે અવાજ ઉઠાવ્યો હતો.
આ ૩૦ સેકન્ડના ટીઝરની શરૂઆત ‘દૃશ્યો વિચલિત કરી શકે તેવા છે’ એ વાક્યથી શરૂ થાય છે, પાછળ ગોળીના, ચીસોના અને અંધાધુંધીભર્યા માહોલના અવાજો સંભળાય છે.
જેના કારણે એવો માહોલ ઉભો થાય છે કે દર્શક પડદા સામે જકડાઈ રહે, આ દૃશ્યો પરથી લાગે છે કે આ એક મજબૂત વાર્તા કહેતી ફિલ્મ હશે.આગળ આ વોઇસ ઓવર કહે છે, “ભુલશો નહીં કે તમે હજુ પણ બ્રિટિશ સામ્રાજ્યના ગુલામ છો”. અક્ષય કુમારના પાત્રની જલક તો મળે છે, પરંતુ હજુ એ જાહેર થયું નથી કે અનન્યા અને માધવન કયા રોલ કરવાના છે.
આ ફિલ્મનું ટીઝર માત્ર કોઈ ઝલક નથી પણ એક નિવેદન છે. તે પરંપરાત ટીઝરથી ઘણું અલગ છે, જે સાબિત કરે છે કે ઘણી વખત સૌથી અસરકારક દૃશ્યો મનમાં રચાયા હોય એ જ હોય છે.
આ ફિલ્મ એક પુસ્તક ‘ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર’ પર આધારીત છે, જે પુષ્પા અને રધુ પલાત દ્વારા લખાયું હતું. આ ફિલ્મ ભારતીય સિનેમામાં એક નવું પ્રકરણ શરૂ કરે તેના અનોખા દૃષ્ટિકોણ સાથે બનેલી ફિલ્મ હોય એવું લાગે છે. આ ફિલ્મ ૧૮ એપ્રિલે થિએટરમાં રિલીઝ થશે.SS1MS