આવી ગયું પુષ્પાઃ૨નું ટીઝર, જબરદસ્ત લૂકમાં દેખાયો અલ્લુ અર્જુન

મુંબઈ, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ૨ઃ ધ રૂલનો ટીઝર વીડિયો રિલીઝ થઈ ગયો છે, જેને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. અલ્લુ અર્જુનના જન્મદિવસ પર મેકર્સે ફેન્સને એક જાેરદાર ગિફ્ટ આપી છે. ટીઝર જાેયા પછી ચાહકો વખાણ કરતા થાકતા નથી અને કહી રહ્યા છે કે હવે પુષ્પા ફિલ્મી પડદે પણ રાજ કરશે.
પુષ્પા ૨માં અલ્લુ અર્જુન ઉપરાંત ફહાદ ફાસિલ અને રશ્મિકા મંદાના પણ જાેવા મળશે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝ કોરોનાકાળમાં રિલીઝ થઈ હોવા છતાં બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. માત્ર સાઉથમાં જ નહીં આખા દેશમાં જેટલા પણ લોકોએ આ ફિલ્મ જાેઈ છે તેના ભારોભાર વખાણ ર્યા છે. દર્શકોની ભારે ડીમાન્ડ બાદ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.
બોક્સ ઓફિસ પર ‘પુષ્પાઃ ધ રાઈઝે’ ૩૦૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની ઓપોઝિટ એક્ટ્રેસ રશ્મિકા મંદાના જાેવા મળી હતી. સુકુમારના નિર્દેશનમાં બનેલી ‘પુષ્પા’ની વાર્તા જ નહીં તેના દરેક ગીત અને ડાયલોગ પોપ્યુલર થયા છે.
પુષ્પાનું મોટાભાગનું શૂટિંગ આંધ્રપ્રદેશના મારેદુમિલી જંગલમાં કરવામાં આવ્યું છે. એવામાં ફિલ્મની આખી ટીમને જંગલમાં લઈ જવાતી હતી. મેકર્સને આખી ટીમને જંગલ લઈ જવા માટે રોજ ૩૦૦ ગાડીઓનો ઉપયોગ કરવો પડતો હતો.
પહેલા સીનમાં ચંદનના મોટા-મોટા ઢગલા બતાવવાના હતા અને ખૂબ ભીડ બતાવાની હતી. આ એક દ્રશ્યને ફિલ્માવવા માટે ૧૫૦૦ લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ માટે રોજ ૫૦૦ લોકોની જરૂર પડતી હતી.
એક ગીતમાં ૧૦૦૦ લોકોને લેવામાં આવ્યા હતા. આર્ટ ડિપાર્ટમેન્ટની મદદથી લાલ ચંદનની ફેક્ટરીને દર્શાવાઈ હતી. મેકર્સે ચંદનની તસ્કરીના ટ્રાન્સપોર્ટવાળા સીનને શૂટ કરવામાં તકલીફ પડી હતી અને તેનું કારણ જંગલના ખરાબ રસ્તા હતું.
એવામાં ઘણા સ્થળોએ કાચો રસ્તો બનાવાયો હતો જેથી સરળતાથી આવન-જાવન કરી શકાય. થોડા દિવસ માટે કેરળના જંગલોમાં પણ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેના માટે ટીમ ચંદનના આર્ટિફિશિયલ લાકડાં લઈને કેરળના જંગલ ગયા હતા.
જ્યારે ફિલ્મની ટીમ ત્યાંથી પરત આવી રહી હતી ત્યારે પોલીસે રોક્યા હતા. ત્યારે તેમને વિશ્વાસ અપાવવો પડ્યો હતો કે, આ શૂટિંગ માટે તૈયાર કરાયેલા કૃત્રિમ ચંદનના લાકડાં છે.SS1MS