શું અભિનેતા અજય દેવગન કાળા જાદુની માયાજાળમાં ફસાશે?
મુંબઈ, બોલિવૂડમાં દમદાર ભૂતિયા એટલે કે હોરર ફિલ્મ ઘણાં સમયથી રિલીઝ થઇ નથી. હોરર ફિલ્મને જોવા માટે ફેન એકદમ આતુર છે. દર્શકો હોરર મુવીને જોવા માટે તલપાપડ થઇ રહ્યા છે. જો કે હવે દરેક લોકોની ઇચ્છા પૂરી થઇ ગઇ છે કારણકે આર માધવન અને અજય દેવગનની એક ધાંસૂ ફિલ્મ શૈતાન લઇને આવે છે. આ ફિલ્મનું ટીઝર આજ રોજ એટલે કે ૨૫ જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ ગયુ છે.
ફિલ્મની પહેલી ઝલક પોસ્ટર દ્રારા બતાવ્યા પછી હવે ટીઝર સામે આવ્યુ છે, જે દમદાર છે. શાનદાર વોઇસઓવરની સાથે શરૂ થાય છે અને આ ટીઝર લોકોને ખૂબ પસંદ પડે છે. આ ટીઝરને અજય દેવગન અને આર માધવને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યુ છે.
વૂડુ ગુડિયાના પ્રયોગ સામાન્ય રીતે જાદુઇ પરંપરાઓ એટલે કે કાળા જાદુ કરવા માટે વિભિન્ન રૂપોમાં કરવામાં આવે છે. આ ફિલ્મમાં કાળા જાદુ અને વૂડુ ગુડિયાનો ખેલ જોવા મળી રહ્યો છે. સામે આવેલા ટીઝરથી એ વાત સ્પષ્ટ થાય છે કે અજય દેવગન અને જ્યોતિકા આ કાળા જાદુ અને શૈતાનનો સામે કરવાના છે.
એવું પણ જોવા મળી રહ્યુ છે કે બ્લેક મેજિક કરનાર આ શૈતાન કોઇ બીજુ નહીં, પરંતુ આર માધવન છે. પૂરા ટીઝરમાં એક શાનદાર વોઇસઓવરના માધ્યમથી શૈતાનની પરિભાષા બતાવવામાં આવી છે, જે વર્ષોથી ચાલી રહેલી વસ્તુઓના સાક્ષી છે.
કાળા જાદુ સાથે જોડાયેલ ડરાવણી વસ્તુઓ ટીઝરમાં જોવા મળી રહી છે. ટીઝરમાં આર માધવની ધૂંધળી ઝલકમાં હંસતા જોવા મળી રહ્યા છે જ્યારે અજય દેવગન અને જ્યોતિકા ગભરાયેલા અને ડરેલા નજરે પડી રહ્યા છે. ટીઝરથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે આર માધવન કાળા જાદુ કરશે જેનો સામનો અજય દેવગન અને જ્યોતિકા કરશે.
શૈતાન જિયો સ્ટૂડિયોઝ, અજય દેવગન ફિલ્મ્સ અને પેનોરમા સ્ટૂડિયોઝ ઇન્ટરનેશનલની પ્રસ્તુતિ છે અને આ દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક દ્રારા નિર્મિત છે. આ ૮ માર્ચના રોજ રિલીઝ થશે.SS1MS