રણદીપ હૂડાની સ્વાતંત્ર્ય વીર સાવરકરનું ટીઝર રિલીઝ
મુંબઈ, બોલિવૂડ એક્ટર રણદીપ હૂડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ વિનાયક દામોદર સાવરકર ઉર્ફે વીર સાવરકરના જીવન પર આધારિત છે. ફિલ્મના લીડ એક્ટર હોવા ઉપરાંત રણદીપ હૂડાએ તેનું દિગ્દર્શન પણ કર્યું છે. આજે વીર સાવરકરની જન્મજયંતી છે. લાંબી રાહ જાેવડાવ્યા બાદ આખરે અભિનેતા રણદીપ હૂડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
ટીઝર મુજબ, તે વીર સાવરકર હતા જેમણે ભગત સિંહ, સુભાષ ચંદ્ર બોઝ, ખુદીરામ બોઝને પ્રેરણા આપી હતી. તેઓ એવા ક્રાંતિકારીઓ હતા કે જેઓથી અંગ્રેજાે પણ ડરતા હતા. ટીઝરના અંતમાં રણદીપ હૂડા કહે છે કે, ‘મૂલ્યવાન તો સોનાની લંકા પણ હતી. પણ જાે વાત આઝાદીની હોય તો રાવણ રાજ હોય કે પછી બ્રિટિશ રાજ, દહન તો થશે જ. આ ટીઝરમાં ડાયલોગ અને સીન ઘણાં પાવરફુલ જાેવા મળી રહ્યા છે. ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ રણદીપ હૂડા દ્વારા નિર્દેશિત છે.
નિર્દેશક તરીકે આ તેની પ્રથમ ફિલ્મ છે. ટીઝર પરથી જ સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ માટે અભિનેતાએ ઘણી મહેનત કરી છે. તેનો લૂક અને બોડી ટ્રાન્સફોર્મેશન જાેવા જેવું છે.
એક્ટર રણદીપ હૂડાની આગામી ફિલ્મ વીર સાવરકરની બાયોપિક છે. આ ફિલ્મ માટે એક્ટર રણદીપ હૂડાએ તેની બૉડીનું ટ્રાન્સફોર્મેશન કરતા વજન ઘટાડ્યું છે. આ ફિલ્મમાં તે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરનો રોલ કરતા જાેવા મળશે. રણદીપ હૂડાએ કહ્યું કે તેણે અગાઉ ૧૮ કિલોગ્રામ વજન ઉતાર્યું હતું.
આ વિશે વાત કરતા એક્ટરે જણાવ્યું કે, હું એક સ્પોર્ટ્સ પર્સન છું અને મારું એવું માનવું છે કે બૉડી એક્ટિવ સ્પેસમાં રહેવી જાેઈએ. કારણકે, તમારી બૉડી તમારું વાદ્ય છે. હું સ્કૂલમાં હતો ત્યારે નાટક અને હોર્સ રાઈડિંગ કરતો હતો અને આજે પણ તે કામ કરું છું. સ્પોર્ટ્સથી મને આરામ મળે છે. સાથે જ સિનેમા માટે મારું ઘણું પેશન છે.
અહીં નોંધનીય છે કે એક્ટર રણદીપ હૂડાએ વર્ષ ૨૦૦૧માં આવેલી બોલિવૂડ ફિલ્મ મોન્સૂન વેડિંગથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. એક્ટર રણદીપ હૂડાની જાણીતી ફિલ્મો ડી, રિસ્ક, વન્સ અપોન અ ટાઈન ઈન મુંબઈ, સાહેબ બીબી ઓર ગેંગસ્ટર, જાેહ્ન ડે, હાઈવે, કિક, રંગરસિયા, મેં ઓર ચાર્લ્સ, લાલ રંગ, સરબજીત, સુલતાન, એક્સટ્રેક્શન વગેરે છે.SS1MS