એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં ટેકનોલોજી નવા રોજગાર પેદા કરી રહી છે
જય જવાન, જય કિસાન- શાસ્ત્રીજીનો આ નારો આજે પણ પ્રાસંગિક બનેલો છે. સૈનિકો અને ખેડૂતોના ખભા પર દેશની પ્રગતિની જવાબદારી છે. તેમાં પણ કૃષિ ક્ષેત્ર પર ૫૮ટકાથી વધુ ભારતીય સીધી રીતે આજીવિકા માટે નિર્ભર છે. ૨૦૨૨માં ભારતમાં એગ્રોટેકની સ્થિતિઃ આધુનિક ટેકનોલોજી દરેક ક્ષેત્ર માટે વરદાન સાબિત થઈ છે. એગ્રીકલ્ચર સેક્ટર પણ તેમાંથી બાકાત નથી. ઉપજને સારી બનાવવા અને ખેડૂતોનું કામ સરળ બનાવવાની ટેકનોલોજીને એગ્રીટેક કહે છે. છેલ્લા દાયકામાં ભારતમાં એગ્રીટેકમાં સારી એવી પ્રગતિ થઇ છે. ઉદાહરણ તરીકે, પશુપાલન કે કેટલ ફાર્મિંગ જૂઓ. આ અનેક સદીઓથી ખેડૂતોના જીવનનો અભિન્ન ભાગ રહ્યું છે. આજે ભારતમાં પાલતુ પશુઓની સંખ્યા ૩૦ કરોડથી વધુ છે, જે ચીનથી ત્રણગણી વધુ છે. દુનિયાના દૂધ ઉત્પાદનમાં ભારતનું યોગદાન ૨૩ટકા વાર્ષિક ૧૮ટકાના વૃદ્ધિ દર સાથે ડેરી ઈન્ડસ્ટ્રી ૨૦૨૩માં ૩૧૪ અબજ ડોલરની માર્કેટ સાઈઝ પ્રાપ્ત કરી લેશે.
ખેતી અને તેના સંબંધિત ક્ષેત્રોમાં ઈનોવેટિવ રીતભાતનો સામેલ કરીને અને મોટાપાયે રોજગારના નવા વિકલ્પ બનાવીને એગ્રીટેક દેશના અર્થતંત્રમાં સારું એવું યોગદાન આપી શકે છે. જેમ-જેમ તેનો દાયરો વધશે, આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટથી માંડીને સેલ્સ એન્ડ માર્કેટિંગ સુધી અનેક ક્ષેત્રોમાં ઉત્તમ ગુણવત્તાના રોજગાર રચશે. ગયા વર્ષે અપના ગોદામ, મૂફાર્મ, ભારતએગ્રી, આઈબોનો જેવા અનેક સ્ટાર્ટઅપે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોની ઉપજ વધારવામાં મદદ કરી અને સારા ઈનપુટ્સ, રીયલ-ટાઈમ માર્કેટ ઈન્ફોર્મેશન અને નાણાકીય સેવાઓ સુધી તેમની પહોંચ સુનિશ્ચિત કરીને તેમની આવકમાં વધારો કર્યાે.
સરકાર પણ કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો સમાવેશ કરવા માટે પોતાના સ્તરે ભરપૂર પ્રયાસ કરી રહી છે. તેણે ઈનામ પોર્ટલ દ્વારા મંડળીઓનું ડિજિટલાઈઝેશન કર્યું છે, સેઝમાં ડેડિકેટેડ ફૂડ પાકર્સના માધ્યમથી પ્રોસેસ્ડ ફૂડ સેક્ટરને પ્રોત્સાહન આપ્યું છે અને આર્ટિફિખશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્ન્િંાગ જેવી અન્ય આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી એગ્રીટેક કંપનીઓમાં રોકાણને પ્રોત્સાહિત કર્યું છે. સરકારે તેના માટે નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન ઈન એગ્રીકલ્ચર બનાવ્યું છે, સાથે જ બીજા અનેક પગલાં લીધાં છે.
ઈન્ડિયા એગ્રી સેક્ટરમાં પ્રત્યક્ષ રોજગારની તકોઃ ૨૦૧૩માં ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા ૪૩ હતી, જે ૨૦૨૨ના અંત સુધી વધીને ૧૩૦૦ થઈ ગઈ છે. અનુમાન કહે છે કે, સ્ટાર્ટઅપ સેક્ટર ૨૦૨૭ના અંત સુધી અઢી કરોડથી વધુ ખેડૂતો સુધી પહોંચી જશે. ઉદાહરણ તરીકે મૂફાર્મ નામના એક સ્ટાર્ટઅપની યોજના છે કે, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રના એક હજારથી વધુ ગામોમાં સાત હજારથી વધુ લોકો માટે રોજગારનું સર્જન કરવું. આ સ્ટાર્ટઅપ પોતાના તકનીકી પ્લેટફોર્મ આધારિત મોડલનો ઉપયોગ કરીને બાર પાસ કે અંડર-ગ્રેજ્યુએટ સ્તરના અકુશળ કામદારો માટે રોજગારની તકોનું સર્જન કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ એવા ખેડૂતોને પણ બજાર ભાવે પોતાની ઉપજ વેચવાની તક આપે છે, જે તકનીકી રીતે ખૂબ જ કુશળ નથી.
આવતીકાલ માટે આશાઃ યીલ્ડ મેપિંગ, ઓટોમેટેડ વીડ કન્ટ્રોલ, સેટેલાઈટ ઈમેજિંગ જેવી સચોટ ટેકનોલોજી ઓછા ઈનપુટમાં વધુ અને સારી ઉપજ લેવામાં ખેડૂતોની મદદ કરે છે. એટલે રિમોટ સેન્સિંગ, એગ્રોનોમી, ઓટોમેશન જેવા ક્ષેત્રમાં કામની અનેક તકો છે. ડેટા-આધારિત ફાર્મિંગથી માંડીને એગ્રીકલ્ચર સુધી, એગ્રીટેક ક્ષેત્રમાં સાર્થક રોજગારોની તકો ઉજળી છે. ખેતીમાં ટેકનોલોજીના સમાવેશથી એગ્રોનોમિક્સ, ક્રોપ ડોક્ટર્સ, હાઈડ્રોલોજિસ્ટ્સ, ફૂડ સાયન્ટિસ્ટ જેવા રોજગાર અને ગ્રામ્ય સ્તરે ઉદ્યોગ સાહસિકતાની તકો પેદા થશે.
તેનાથી શહેરમાંથી ગામડા સુધી ખેડૂતોનું રિવર્સ-માઈગ્રેશન પણ સુનિશ્ચિત થશે. જાેકે, તેના માટે ઉપજમાં વૃદ્ધિ જરૂરી છે. સમયની સાથે ડેટા એનાલિટિક્સ, આઈઓટી, કેમિકલ એન્જિનિયરિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા સાયન્સ, એગ્રો એન્જિનિયરિંગના ક્ષેત્રમાં નવી પ્રતિભાઓની માગણી વધવી નક્કી છે. કોઈ સમજદાર વ્યક્તિએ કહ્યું હતું કે, પોતાના ભોજન માટે ખેડૂતોનો આભાર માનો. તેમાં હવે એ ઉમેરી શકાય કે, જે કમાણી કરવા માગે છે તે ખેતી અંગે વિચારે.