ધો.૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પુત્ર જન્મ આપતાં સરપંચપુત્રનો ભાંડો ફૂટ્યો

પ્રતિકાત્મક
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના હવસખોર બળાત્કારી કોલેજિયન વિદ્યાર્થી સામે નોંધાયો બળાત્કારનો ગુનો
વડોદરા, વડોદરા જિલ્લાના વાઘોડિયા પંથકના એક ગામના સરપંચપુત્રની હવસલીલાનો ભોગ બનેલી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પુત્રને જન્મ આપ્યો હોવાની ઘટના બનતાં પાપલીલાનો ઘટસ્ફોટ થયો હતો પોલીસને બનાવની જાણ થતાં હવસખોર કોલેજિયન વિદ્યાર્થીની સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
વાઘોડિયા તાલુકાના એક ગામમાં રહેતી ૧પ વર્ષની વિદ્યાર્થીની ધો.૧૧માં અભ્યાસ કરે છે. આ સગીર વયની વિદ્યાર્થી આ પંથકમાં આવેલા ગામના સરપંચના પુત્ર અને હાલ વાઘોડિયા તાલુકામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિશાલ વિનોદભાઈ વસાવા (ઉ.૧૯)ના પ્રેમમાં અટવાઈ હતી. આ દરમિયાન કોલેજિયન યુવાને સગીર બાળા સાથે ગામની સીમમાં બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.
બળાત્કારી વિશાલે સગીરાને સાફ ધમકી આપી હતી કે, આપણા વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધોની કોઈને વાત કરીશ નહિ. સમય જતાં પીડીતાને માસિક આવવાનું બંધ થઈ ગયું હતું. આ વાત પિડીતાએ વિશાલને કરતાં વિશાલે ફરી વખત તેને જણાવ્યું હતું કે આપણા બે વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધની વાત કોઈને કરીશ નહિ.
ડરને કારણે પરિવારને જાણ કરી ન હતી અને સ્કૂલમાં પણ નિયમિત જતી હતી. સમય જતાં પરિવારને પણ જાણ થઈ ગઈ હતી. આબરૂ ન જાય એવા ડરથી પરિવારે દીકરી સાથે શારીરિક સબંધં બાંધીને કુંવારી માતા બનાવનાર સરપંચ પુત્ર વિશાલ વસાવા સામે પોલીસ ફરિયાદ કરી ન હતી.
પરિણામે, સગીરાને બાળકને જન્મ આપવાના સ્થિતિ સર્જાઈ હતી. દિવસ પહેલાં સગીરાને પેટમાં દુઃખાવો શરૂ થતા તેના માતા-પિતા જે હોસ્પિટલમાં નોકરી કરે છે એ હોસ્પિટલમાં લઈ ગયા હતા જયાં તેણે ર,૮૦૦ કિલો વજનના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો.
માતા બનનાર જાગૃતિ સગીર હોઈ અને બળાત્કારનો ભોગ બનેલી હોવાથી હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ વાઘોડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે વિશાલ વિનોદભાઈ વસાવા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાઘોડિયા પોલીસ મથકના પી.આઈ. ડી.જી. તડવીએ જણાવ્યું હતું કે આ બનાવ ડિસેમ્બર-ર૧થી આજદિન સુધીમાં બનેલો છે. આરોપી વિશાલ વસાવા સામે દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ તેની અટકાયત કરી લેવામાં આવી છે. નિયમ મુજબ તેનો કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે. કોવિડ રિપોર્ટ નેગેટીવ આવે તો તેની ધરપકડ કરવામાં આવશે એ સાથે આરોપીની વધુ પુછપરછ કરવામાં આવશે.