Western Times News

Gujarati News

સુપ્રીમકોર્ટમાં “ટીથ લેસ ટાઈગર” બેઠા નથી સરકારોની નિષ્ફળતાને ન્યાયતંત્રની સક્રિયતાને જન્મ આપે છે !

ભારતની સુપ્રીમકોર્ટની છે જેમ જેમ દેશની વિધાનસભાઓમાં અને દેશની લોકસભામાં અશિક્ષિત અને ગુનાખોરીના આક્ષેપનો સામનો કરતા લોકોને ચુટી રહી છે અને આવા લોકો યેનકેન પ્રકારે ચૂંટણી જીતે છે! તેવા સમયે દેશ ફક્ત ભૌતિક જ વિકાસ જ કરેને? સમાજમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વકરેને? “Teethless Tiger” is not sitting in the Supreme Court

અને સમાજમાં સાયબર ક્રાઇમ વધે જ ને? શિક્ષણ અને નોકરીની ભરતીમાં ભ્રષ્ટાચાર્ય ડોકાય જ ને? હિટ એન્ડ રનના જ ગુના બને ને? દારૂના અડ્ડાઓ અને ડ્રગસના સેવાના જ યુવાનોમાં વધે ને? અને ગુનેગારો લોકોની અન્યાય કરતા લોકોની જે બોલબાલા હોય ને?

ત્યારે એવા સમયે સરકાર ગમે તે પક્ષની હોય ભ્રષ્ટાચાર અને અટકાવવા સરકારની ક્ષમતા પણ માત્ર પ્રચારલીલા જ બની જાય ને? શું આવા સમયે ગુજરાત હાઇકોર્ટ કે દેશની સુપ્રીમ કોર્ટ સક્રિય અને કડક ન થાય તો પણ કોણ થાય?! ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી રમના એ કહ્યું છે કે

“એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાયદાનું શાસન અગત્યનું છે”!! ચીફ જસ્ટિસે એવું પણ કહ્યું હતું કે ન્યાયતંત્ર પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધારાસભા કે કારોબારીનું અધિપત્ય હોવું જાેઈએ નહીં માનવ સન્માન, લોકશાહી અને ન્યાય એ કાયદાના શાસનના મુખ્ય ત્રણ અંગો છે

સુપ્રીમકોર્ટએ ‘ટીથ લેસ ટાઈગર’ નથી સુપ્રીમકોર્ટના જસ્ટીસ સંજય કિશન કોલ અને જસ્ટીસ શ્રી વિક્રમનાથ, જસ્ટીસ શ્રી એસ ઓકા ની બેન્ચે પણ કહ્યું છે કે સંસદ કાયદા ઘટનારી સંસ્થા છે તો સુપ્રીમ કોર્ટ કાયદાની સમીક્ષા કરનારી બંધારણીય સંસ્થા છે

સુપ્રીમ કોર્ટ તાજેતરમાં ચૂંટણી કમિશનરની નિયુક્તિના મુદ્દે ચુકાદો આપી ભ્રષ્ટાચાર પર રોક લગાવવા પ્રયત્ન કર્યો છે જે દર્શાવે છે કે દેશની સરકારોની વૈચારિક નિષ્ફળતા અને સંવેદનહિંતા એ બંધારણીય મૂલ્યો તરફની બેદરકારી એ સુપ્રીમકોર્ટની સક્રિયતા વધારી દીધી છે તે જરૂરી પણ હેતુ છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

અખબારી સ્વાતંત્રને પડકારવામાં સ્વતંત્ર્ય અર્થહીન બની જશે – ફ્રેન્કલિન રુઝવેલ્ટ

અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે કહ્યું છે કે “જાે અખબારી સ્વાતંત્રને પડકારવામાં આવશે તો અંતરાત્મા શિક્ષણ વાણી અભિવ્યક્તિનું સ્વતંત્ર આ બધા સ્વાતંત્ર અર્થહીન બની જશે અને લોકશાહીનો પાયો હચમચી જશે”!!

જ્યારે અમેરિકન પ્રમુખ જ્યોર્જ વોશીન્ગટને કહ્યું છે કે “આપણી પાસેથી વાણી સ્વતંત્ર છીનવી લેવામાં આવે તો આપણે એવા ઘેટાં જેવા બની જઈશું જેમને મુંગા મોઢે કતલખાને લઈ જવાતા હોય”!! દેશમાં ન્યાયતંત્રની સક્રિયતા વધી છે અને કેટલાક અખબારોની હિંમત વધી છે

આ એક હકીકત બની છે કે નીડર, સંવેદનશીલ દ્રષ્ટિકોણ ધરાવતી ચિંતનશીલ પત્રકારિતા નો યુગ આથમી રહ્યો છે કારણ કે એવા ૫૬ ની છાતી વાળા લેખકો અખબારોમાં જાેવા નથી મળતા! આ પણ સાવ યુગ આથમી નથી ગયો પત્રકારો અખબારો સુપ્રીમ કોર્ટની પ્રમાણિકતા અને હિંમતને લીધે પત્રકારિતા જીવંત છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.